પેરિસ, તા.૮
પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રેકોર્ડની બરાબરી કરતાં પાંચમીવાર વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો બેલોન ડિયોર એવોર્ડ જીત્યો રીયલ મેડ્રિડના ફોરવર્ડ રોનાલ્ડોએ સતત બીજા એવોર્ડની સાથે બાર્સિલોનાના લિયોનલ મેસીની બરાબરી કરી આર્જેન્ટીનાનો મેસી વોટિંગ્માં બીજા જ્યારે બ્રાઝિલનો નેમાર ત્રીજા સ્થાને છે. ચેમ્પિયન્સ લીગના ગત સત્રમાં ૩ર વર્ષીય રોનાલ્ડો ગોલ કરવાના મામલામાં ટોચના સ્થાને રહ્યો હતો. જેમાં રીયલ મેડ્રિડે જૂનમાં પુવેન્ટસને હરાવી પોતાનું ટાઈટલ જાળવી રાખ્યું મેડ્રિડે ત્યારબાદ લા લીગા ટાઈટલ પણ જીત્યું હતું જે પાંચ વર્ષનું તેનું પ્રથમ ઘરેલું લીગ ટાઈટલ છે પેરિસમાં સમારોહ બાદ રોનાલ્ડોએ કહ્યું હું ખુશ છું પ્રત્યેક વર્ષે હું આને લઈને આતુર રહું છું તેણે કહ્યું કે, ગત વર્ષ જીતેલા ટાઈટલોએ આ એવોર્ડ જીતવામાં મદદ કરી.