ઇસ્લામાબાદ, તા.૨૧
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર કોઇ પણ અંગે તેના અભિપ્રાય આપવા માટે જાણીતા છે. હવે રવિવારે શોએબ અખ્તરે પાકિસ્તાની ટીમને નિશાન બનાવ્યું છે. પાક. ટીમ બીજી ટી-૨૦ મેચ પણ હારી ગઈ હતી અને શ્રેણી પણ તેના હાથમાંથી નીકળી ગઈ હતી. શોએબ અખ્તર પાકિસ્તાની ટીમની હારથી એટલો નિરાશ હતો કે તેણે ટીમને ક્રિકેટને ન સમજી શકનાર ટીમ ગણાવી હતી. શોએબ અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘ક્લબ લેવલના બાળકો જેટલી પણ પાકિસ્તાનની ટીમને સમજ નથી. આ ટીમ નકામી છે, મેનેજમેન્ટ નકામું છે અને પીસીબીતો આ બધાથી જાય તેવી છે.
શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે, ન્યુઝીલેન્ડનો કેપ્ટન વિલિયમસન છે, તે ૫ વર્ષથી ટીમની કમાન સંભાળી રહ્યો છે. શું તમે ક્યારેય ન્યુઝીલેન્ડના ચેરમેનનું નામ સાંભળ્યું છે? દર બે-ત્રણ મહિનામાં નવા અધ્યક્ષ પીસીબીમાં આવે છે. અખ્તરે વધુમાં કહ્યું કે, ‘અમારા બેટ્સમેનો ખૂબ જ ખરાબ ક્રિકેટ રમે છે.
મોં ક્યાંક છે, બેટ બીજે ક્યાંક છે. થોડું હાફીઝ પાસેથી ક્રિકેટ શીખો. પાકિસ્તાનની ટીમ ખૂબ બકવાસ ક્રિકેટ રમી રહી છે. હાફીઝ સારી બેટિંગ કરી રહ્યો હતો, નહીં તો સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હોત. સ્પિનર્સ બોલિંગ કરી રહ્યા નથી, ઇમાદ વસીમ લુડો રમતા નજરે પડે છે. વહાબ રિયાઝ દિવસેન દિવસે ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. રવિવારે ટિમ સાઉથીની ઘાતક બોલિંગ અને કેપ્ટન કેન વિલિયમસન અને ટિમ સિફેર્ટ વચ્ચેની સદીની ભાગીદારીને બીજા ટી ૨૦ માં ન્યુઝીલેન્ડને મદદ કરી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં, પાકિસ્તાને નવ વિકેટથી હરાવ્યા પછી, તેઓએ ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ મેળવી.
Recent Comments