(એજન્સી) તા.૨૦
સતત ધોધમાર અને મુશળધાર વરસાદની પ્રત્યેક ઘટના પાછળ ક્લાઇમેટ ચેન્જ પ્રત્યક્ષ રીતે જવાબદાર છે એવું કહી શકાય નહીં. હૈદરાબાદમાં ગત સપ્તાહે અસાધારણ પ્રમાણમાં ભારે વરસાદ થયો હતો. આ ધોધમાર વરસાદનું કારણ અંદામાન સમુદ્ર પર સર્જાયેલ દબાણ છે જે આખરે આંધ્રપ્રદેશના તટ પર ત્રાટક્યું હતું. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરિસીમામાં આવેલ ટાઉનશીપ સિંગાપોરમાં ૧૩,ઓક્ટો.૩૨૦ મી.મી.અને ત્યાર બાદ ૧૭ ઓક્ટો.૧૫૭.૩ મી.મી.એમ માત્ર ચાર દિવસમાં કુલ ૪૭૭.૩ મી.મી. વરસાદ પડ્યો હતો.૧૧ જેટલા સ્ટેશનોમાં એક જ દિવસમાં ૨૦૦ મી.મી. વરસાદ થયો હતો. આપણે અપવાદને બદલે એક ધોરણ તરીકે આ પ્રકારના ભારે વરસાદ માટે તૈયાર રહેવું જોઇએ. હૈદરાબાદને પણ આ બાબતમાં અનેક વખત ચેતવણી મળી હતી અને તેની ઉપેક્ષા કરાઇ હતી. ક્લાઇમેટ ચેન્જના એકંદરે ભારત પર ગંભીર તેમજ દેશના જુદા જુદા ભાગોમાં પણ ગંભીર પરિણામો લાવી શકે છે. ક્લાઇમેટ ચેન્જ ભારતના શહેરી વિસ્તારોમાં હજુ પણ પ્રચંડ પૂર લાવશે. શહેરી વિસ્તારોમાં જળબંબાકાર થવાના દેખીતા કારણમાં નબળી ગટર વ્યવસ્થા અને બિનઆયોજિત બાંધકામો મુખ્યત્વે છે. ઘણા કિસ્સાઓમાં શહેરી નિયોજકોએ એરપોર્ટ કે ગગનચુંબી ઇમારતના બાંધકામ માટે નદીનું કુદરતી વહેણ બદલ્યું છે અને તેના કારણે પણ આબોહવામાં અસંતુલન ઊભું થાય છે. હૈદરાબાદમાં રૂા.૬૦૦૦ કરોડ જેટલું પૂરને કારણે નુકસાન થયું છે. આથી ભારતના અન્ય શહેરોએ પણ હૈદરાબાદ પરથી પાઠ ભણવાની જરુર છે અને જો આડેધડ થતાં બાંધકામ પર લગામ મૂકવામાં નહીં આવે તો શહેરી વિસ્તારોને વધુ ને વધુ પ્રચંડ પૂરનો સામનો કરવો પડશે.
Recent Comments