હિંમતનગર, તા.૧૪
સાબરકાંઠા જિલ્લામાં કોરોના વેક્સિનેશન સર્વેની કામગીરી જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી યોગ્ય રીતે થાય અને છેક છેવાડાના નાગરીક સુધી કોવિડ-૧૯ની રસી પહોંચી શકે તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ખુબજ સતર્ક રહી યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. આ કામગીરીનું જિલ્લા સમાહર્તા સી.જે. પટેલે તાલુકા પંચાયત અને નગરપાલિકા કક્ષાએ રૂબરૂ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે મતદાતા નોંધણી સુધારણા કાર્યક્રમની કામગીરી પૂર્ણ થતા બી.એલ.ઓ.ની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મતદાર સુધારણા કાર્યક્ર્‌મનો અંતિમ રવિવાર હોઇ જિલ્લા સમાહર્તાએ આસપાસના વિસ્તારોના બી.એલ.ઓ.ની કામગીરીની સમિક્ષા કરી હતી.