બોડેલી, તા.૧૪
ક્વાંટ તાલુકાના રાયછા ગામે એક ટ્રેક્ટર એ મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ પર સવાર બે પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતલ. પાનવડ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્વાંટ તાલુકાના ગૂંગલિયા ગામે રહેતા રાકેશ અને કિશનભાઈ રાઠવા બંને પિતરાઈ ભાઈ મોટરસાયકલ લઈ ક્વાંટ તાલુકાના રાયછા ગામે પહોંચતા એક ટ્રેકટર અને મોટરસાયકલને વચ્ચે અકસ્માત થતા રાકેશ અને કિશનના મોંઢા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચતા બંને ભાઈના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. પાનવડ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્વાંટના રાયછા ગામે ટ્રેકટર-બાઈક અથડાતાં બે ભાઈઓનાં મોત

Recent Comments