છોટાઉદેપુર,તા.૨૮
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સીહાદા ગામે ગત રોજ લીમખેડા તાલુકાથી આવેલા ત્રણ મજુર કોઝવેમાં તણાઈ ગયા હતા, જેમાં બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો, એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં તણાયો હતો.
લીમખેડા તાલુકાથી આવેલા મજુર ત્રણ સવારી મોટર સાયકલ પર બેસી સીહાદા ગામેથી પસાર થતી ધામણી નદીનો કોઝવે પસાર કરતા હતા, ત્યારે એકાએક અચાનક કોઝવે ઉપર પાણીનો પ્રવાહ વધી જતા લીમખેડા તાલુકાના ખાખેરીયા ગામના સોમાભાઇ ધનાભાઈ તંબોયા એકાએક કોઝવે ઉપર ધસમસતા વહેતા પાણીમાં બાઇક સાથે તણાવવા લાગતા બે વ્યક્તિએ બચાવવાની કોશિશ કરતા બાઇક હાથ લાગ્યુ પરંતુ સોમાભાઇ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા હતા. ત્યારબાદ તણાયેલા યુવક વહીવટી તંત્રની અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી હતી અને તેમાં લાંબી કસરત બાદ સફળતા મળવા પામેલ હતી.