અમદાવાદ, તા.૧૧
આણંદ જિલ્લાના ખંભાતમાં તાજેતરમાં ફાટી નીકળેલા કોમી તોફાનોમાં મુસ્લિમોની માલ-મિલકતને ભારે નુકસાન પહોંચ્યું હતું. આથી આજરોજ મુસ્લિમ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ ખંભાત શહેરની મુલાકાતે ગયું હતું અને અસગ્રસ્તો તથા સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
મુસ્લિમ સમાજ ના અને પ્રદેશ કોંગ્રેસના અગ્રણી બદરૂદ્દિન શેખ, એડવોકેટ ઈકબાલ શેખ, બાર કાઉન્સિલના સભ્ય એડવોકેટ ગુલાબ ખાન પઠાણ, બાર કાઉન્સિલના સભ્ય રણજીત સિંહ રાઠોડ, અઝહર રાઠોડ, બોરસદના એડવોકેટ મોહમદ ખાન પઠાણ, એડવોકેટ આમિર મલેક તથા કોંગ્રેસ અગ્રણી ઝફર શેખ સાથે પ્રતિનિધી મંડળે ખંભાત મુકામે કદમે રસૂલની દરગાહ ખાતેની રાહત છાવણીની મુલાકાત લીધી હતી અને સ્થાનિક અગ્રણીઓ સાથે મુલાકાત લઈ તાજેતર ના કોમી તોફાનો બાબતે વિગતવાર રજૂઆત સાંભળી તેમના પુનર્વસન તથા કાયદાકીય પ્રશ્નો મા મદદ રૂપ થવા ઉપરોક્ત વકીલો અને અગ્રણીઓ એ વાત ચીત કરી હતી. કોમી તોફાન દરમિયાન પોલીસ દ્વારા દાખલ કરવા મા આવેલ વિવિધ એફ આઈ આર બાબતે સ્થાનિક અગ્રણીઓ તથા અસર પામેલા લોકો થી માહિતી મેળવી તેમજ અકબરપુરના સ્થાનિક અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી જેઓ કેમ્પમાં વસી રહ્યા છે તેમને અકબરપુરમાં સલામત રીતે પુનર્વસન કરવા વાતચીત કરી હતી. ત્યારબાદ ઉપરોક્ત પ્રતિનિધિ મંડળે સ્થાનિક આઈ ગોહિલને મળી તોફાનોમાં શામેલ લોકોને તાત્કાલિક પકડવા એફઆઈઆરમાં લૂંટ, ધાડની કલમો ઉમેરવા તેમજ નિર્દોષો સામે પગલાં નહીં ભરવા રજૂઆત કરી હતી. અકબરપુરના સ્થનાનિક પીડિતોને અકબરપુરમાં પુનર્વસનની પી.આઈ. ગોહિલે બાંહેધરી આપી હતી. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો શહેર કાઝી મુદ્દસ્સર અલી, સલીમભાઈ વોહરા, સરફરાઝ બાપુ, ઈબ્રાહિમભાઈ, મોહસીન મલેક, જોહર મન્સૂરી, અમજદ બાબી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.