(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨
જમીયતે ઉલેમા એ હિન્દ (મહમુદ મદની ગ્રૂપ) ગુજરાત દ્વારા ખંભાતમાં થયેલ તોફાનાના અસરગ્રસ્તો પરિવારોને મકાન અને રોજગાર ઉભા કરવા માટે મદદ કરવામાં આવી જેને લઈને તોફાન પીડીતોને રાહત થઈ હતી.
ખંભાતમાં ગત ફેબ્રુઆરીમાં થયેલ તોફાનોમાં મુસ્લિમ સમાજના મકાનો તેમજ ધંધા રોજગારને ખૂબ જ મોટું નુકશાન થયેલું હતું.મકાનો અને દુકાનો બળી જવાના કારણે અસરગ્રસ્ત પરિવારોને ધંધા રોજગારથી ખૂબ જ પાયમાલ થઈ ગયેલા હતા. સરકારશ્રી દ્વારા પણ મહેસુલી સર્વે થયેલો પણ અસરગ્રસ્તોને કોઈ પણ પ્રકારની મદદ આપવામાં આવેલ નહોતી.આવા કપરા સમયમાં જ્યારે લોકડાઉન આવ્યો ત્યારે અસરગ્રસ્તોની હાલત ખૂબ જ કફોડી બની અને જ્યારે લોકડાઉનના કારણે સરકારની ગાઈડલાઇન મુજબ ઘરમાં રહી સલામત રહેવાની વાત હતી,ત્યારે અસરગ્રસ્તોની એ સ્થિતિ હતી કે તેવોના પાસે સલામત મકાનના છતની જ વ્યવસ્થા નહોતી.
આવા કપરા સમયમાં ભરૂચ જિલ્લા જમીયત તરફથી બે લાખ,નવસારી જિલ્લા જમીયત તરફથી બે લાખ,વાપી જમીયત તરફથી ત્રણ લાખ અને આણંદ જિલ્લા જમીયત તરફથી ત્રણ લાખ ચાલીસ હજારની મદદ મળી અને જેમાંથી ૪ મકાન,૫ દુકાન,૨ કેબીન અને એક સિલાઈ મશીન અસરગ્રસ્તોને આપીને આવા કપરા સમયમાં મદદ કરવામાં આવી.
આ સહાય સિવાય પણ ભરુચ મુસ્લિમ સમાજના સહયોગથી ખંભાત જમીયત દ્વારા અન્ય દસ અસરગ્રસ્તોના મકાનોનું કાર્ય પણ પૂર્ણ કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યને ખંભાત જમીઅત ટીમના હાફેઝ અનસ,કુતુબ શેખ,સલીમ વ્હોરા અને હાફેઝ સલમાન સારોદી દ્વારા અંજામ આપવામાં આવ્યો.હતો