(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૫
સોખડા ગામે જીઆઈડીસીમાં આવેલી યુનિટી ડાયકેમ નામની કેમીકલ કંપનીમાં આજે સવારે કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી અને કંપનીમાં કામ કરતા મજૂરો અને કર્મચારીઓમાં અફડા તફડી મચી જવા પામી હતી અને મજૂરો તેમજ કર્મચારીઓ કંપનીમાંથી દોડીને સલામત રીતે બહાર દોડી આવ્યા હતા, અને બુમો પાડતા અન્ય કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને આ ઘટના અંગે ખંભાતનાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગડનાં લાસ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને અંદાજે સાત કલાક સુધી કેમીકલ ફોમ અને પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં લીધી હતી.
આગ એટેલી ભીષણ હતી કે આગની જવાળાઓ અને ધુમાડાનાં ગોટેગોટા આકાશને આંબી રહ્યા હતા અને દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. આગમાં કંપનીની મશીનરી સહિત રો મટીરીયલ્સ આગમાં બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું મનાઈ રહ્યું છે.
ખંભાતના સોખડા જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ

Recent Comments