(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૨૬
આણંદ જિલ્લાનાં ખંભાતમાં ગત રવિવારે અકબરપુર વિસ્તારમાં થયેલા હિંસક તોફાનો બાદ સમગ્ર અકબરપુર વિસ્તારમાંથી લોકો હિજરત કરી જતા ભેંકાર વાતાવરણ પ્રસરી રહ્યું છે,ઘટનાનાં આજે ચોથા દિવસે પણ લોકોમાં ભય અને દહેસત જોવા મળી રહી છે,અકબરપુર વિસ્તારમાં રહેતા અનેક પરિવારોએ તોફાનોમાં સર્વસ્વ ગુમાવી દેતા હાલમાં તેઓ કેમ્પમાં આશ્રય લઈ રહ્યા છે,પરંતુ તેઓનાં ચહેરા પર સર્વસ્વ ગુમાવ્યાની વેદનાં જોવા મળી રહી છે,મંગળવારે રેલી દરમિયાન કટ્ટરવાદી તત્વો દ્વારા મચાવેલા આંતક બાદ હાલમાં એક આઈજી અને ત્રણ એસપી સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સતત પરિસ્થિતી પર ચાંપતી નજર રાખી રહ્યો છે,જેને લઈને આજે ખંભાતનાં કેટલાક વિસ્તારોમાં દુકાનો ખુલી હતી,તેમ છતાં માર્ગો પર ખુબજ પાંખી હાજરી જોવા મળી રહી હતી. મળતી વિગતો અનુસાર ખંભાત શહેરમાં પ્રવેસતા જ માર્ગો પર પાંખી હલચલ જોવા મળે છે,જયારે અકબરપુર વિસ્તારમાં પ્રવેસતા પોલીસ તૈનાત જોવા મળી રહી છે,પરતું સ્થાનિક લોકો જોવા મળતા હતા,ચારે તરફ માર્ગો પર છવાયેલા પથ્થરો દર્સાવી રહ્યા છે કે અહિયાં તોફાની તત્વોએ કેટલો બેફામ પથ્થરમારો કર્યો હશે,અનેક મકાનોમાં લુંટફાટ કરી સળગાવી દેવાયા છે,ત્યારે અકબરપુરનાં મદાર મહોલ્લામાં કેટલીક મહિલાઓ તોફાનોે બાદ આજે પ્રથમ વાર ધરે પરત ફરી છે,પરતું તોફાની તત્વો દ્વારા મકાનો સળગાવી દેવાયા હોય ધરમાં માત્ર બળીને ખાખ થઈ ગયેલી ધરવખરી દ્રષ્યમાન થાય છે,જેને લઈને મહિલાઓ ચોધાર આંશુએ રડી રહેલી દ્રષ્યમાન થતી હતી. જેનાં કારણે તોફાનો બાદ આ વિસ્તારનાં તમામ મકાનો ખંડેર બની ગયા હોય તેમ દ્રષ્યમાન થઈ રહ્યા છે. સમગ્ર ખંભાતમાં સૌથી વધુ નુકશાન અકબરપુર વિસ્તારમાં થયું છે,અને તોફાનનાં ૭૨ કલાક બાદ પણ સમગ્ર વિસ્તારમાં સુનકાર વ્યાપી જવા પામ્યો છે. અકબરપુરમાં લોકો પોતાનાં બકરી ,મરધા જેવા પશુઓને પણ મુકીને જતા રહેતા છેલ્લા ૭૨ કલાકથી ભુખ્યા તરસ્યા પશુઓ પણ બુમો પાડી રહ્યા છે,તોફાનો સમયે તોફાની તત્વો દ્વારા કરાયેલા પથ્થરમારા, એસીડ ભરેલી બોટલો,અને બોટલ બોંબ ફેંકવાનાં કારણે ઠેર ઠેર તુટેલી કાચની બોટલો દ્રષ્યમાન થઈ રહી છે. જયારે કદમે રસુલ સાલવા વિસ્તારમાં અકબરપુરમાંથી જીવ બચાવીને હિજરત કરનારા પરિવારો માટે આશ્રય કેમ્પ શરુ કરવામાં આવ્યો છે,જયાં હાલમાં લોકો આશ્રય લઈ રહ્યા છે,

દોઢ માસ બાદ દીકરીના લગ્ન માટે ખરીદી કરેલ સર-સામાન અને ઘરેણા પણ તોફાની તત્ત્વો લૂંટી લઈ ગયા

રાહત કેમ્પમાં આશ્રય લઈ રહેલા અકબરપુરનાં જેતુનબાનું એજાજખાન પઠાણએ જણાવ્યું હતું કે તેઓની દિકરી અન્સીરાનાં આગામી ૧૨મી એપ્રીલનાં રોજ લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા,અને મધ્યમવર્ગીય જેતુનબીબીએ દિકરીનાં લગ્ન માટે બચાવેલા પૈસામાંથી દહેજ માટે વાસણોે,સોનાનાં દાગીનાં તેમજ કપડાઓ ખરીદી કરી હતી,તેમજ ૨૧ હજારની રકમ પણ ખરીદી માટે ધરમાં તીજોરીમાં મુકી હતી ત્યારે તોફાની તત્વો દ્વારા તેઓનાં ધરમાંથી દહેજનાં સામાન અને કપડા રોકડ રકમની લુંટ ચલાવીને ધરમાં આગ ચાંપી દીધી હતી,ત્યારે દિકરીનાં લગ્નનેે લઈને તેઓ ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે,અને હવે તેઓ દિકરીનું લગ્ન કઈ રીતે કરશે તેવો સવાલ ઉભો થયો છે.