(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૮
ખંભાત શહેરમાં વોટ્‌સઅપના બાપુ ગ્રુપ ઓફ એમટીએચએસમાં ઉશ્કેરણીજનક અને કોમ-કોમ વચ્ચે દુશ્મનાવટ અને કોમી વૈમનસ્ય ઉભું થાય તેવી પોષ્ટ કરનાર શિક્ષક વિરુદ્ધ ખંભાત સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ખંભાત શહેરમાં આવેલી એમ. ટી. હાઈસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિલીપદાન ગઢવીએ તા. ૨૪-૧૨-૨૦૧૯ ના રોજ હાઈસ્કુલના શિક્ષકો અને કર્મચારીઓના બનાવેલા ગ્રુપ ઓફ એમટીએચએસમાં વિરાથુ જો કામ અમેરિકા, ફ્રાન્સ,ભારત,રૂસ કોઈ નહી કર પાયા વો કામ બર્મા કે વીરાથુ જીને કર દિખાયા,આજ બર્મામે કરોડો રૂપિયે કે બને મસ્જીદ વિરાન પડે હૈ,બર્મા કે બૌધ્ધ ગુરુ વીરાથુજીને આખીર કીસ તરીકેસે મુસ્લિમ કો ભગાયા કમજોર કિયા,ભારત કો ભી એસે આસિન વીરાથુ કી જરુરત હૈ લખેલા મેસેજને પોષ્ટ કરી હિન્દુ મુસ્લીમ વચ્ચે કોમ વૈમનસ્ય તથા દુશ્મનાવટ ઉભી થાય તેવી વાંધાજનક પોષ્ટ મુકી વાયરલ કરી હતી. આ પોષ્ટથી હિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે કોમી દુશ્મનાવટ પેદા થાય તેમજ જુદા જુદા વર્ગો વચ્ચે ધીક્કાર અને દ્વેસભાવની લાગણી ઉત્પન્ન થાય તેમ હોય આ બનાવ અંગે મહંમદજકી એઝાઝહુસેન સૈયદે ખંભાત સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બાપુ ગ્રુપ ઓફ એમટીએચએસના સભ્ય દિલીપદાન ગઢવી વિરુદ્ધ આઈ.પી.સી. ૧૫૩-એ અને ધી ઈન્ફર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સને-૨૦૦૯ ની કલમ ૬૭ મુજબ વધુ તપાસ હાથ ધરી છે.