(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૯
આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં કોરોના પોઝિટિવની સંખ્યા સતત વધી રહી છે. બુધવારે વધુ ૧૨ કેસ નોંધાતા ખંભાત શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૬૦ પર પહોંચી છે અને જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા ૭૭ પર પહોંચી છે. ખંભાત શહેરમાં સતત વધતા જતાં કેસોને લઈને ખંભાત શહેરને ક્વોરન્ટાઈન કરવામાં આવેલ છે. આજે ખંભાત શહેરમાં ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાં પીપળા શેરી, ગંધરકવાડો, વિજય સોસાયટી, ગીમટી ત્રણદરવાજા, ચીતારી બજાર અને કડિયા પોળના કેસ છે.ખંભાત શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે સમગ્ર ખંભાત શહેરને ક્વોરન્ટાઈન કરી એસઆરપીની કુમક ઉતારી દઈ લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. ખંભાત શહેરમાં સતત વધતા જતાં કેસોને લઈને તંત્ર દ્વારા લોકડાઉનના કડક અમલ માટે એસઆરપી ઉતારવામાં આવી છે અને સમગ્ર શહેરને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યું છે.