(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૬
આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાં પોઝીટીવનાં વધુ છ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે,કોરોનાનાં હોટ સ્પોટ બનેલા ખંભાત શહેરમાં આજે વધુ પાંચ કેસ જયારે ઉમરેઠમાં એક કેસ નોંધાતા આણંદ જિલ્લામાં કોરોનાં પોઝીટીવનાં કુલ ૨૩ કેસ નોંધાયા છે.ઉમરેઠમાં આજે પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સેનેટાઈઝ કરીને વહોરવાડ વિસ્તારને કવોરોન્ટાઈન કરવામાં આવેલ છે.
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાં વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે,જેને લઈને માત્ર ૪૮ કલાકમાં આણંદ જિલ્લો ઓરેન્જ ઝોનમાંથી રેડ ઝોન તરફ આવી ગયો છે,ખંભાત શહેરમાં આજે એેક જ દિવસમાં છ કેસનો વધારો થયો છે,જેમાં કોરોનાં વાયરસનાં હોટ સ્પોટ બનેલા ખંભાતમાં ૫ કેસ નોંધાયા છે,જયારે ઉમરેઠમાં કોરોનાં વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે.ખંભાત શહેરના અલિંગ વિસ્તારમાં આજે પાંચ નવા કેસ જોવા મળ્યા છે.જેમાં હંસાબેન અશોકભાઇ રાણા,(ઉ.વ.૬૦),દર્શનભાઇ ચેતનભાઇ રાણા,(ઉ.વ.૨૨),રાકેશભાઇ ચેતનભાઇ રાણા(ઉ.વ.૪૪), મીનાક્ષીબેન દેવેન્દ્રભાઇ રાણા(ઉ.વ.૨૪) અને આશાબેન હિતેશકુમાર રાણા(ઉ.વ.૩૫)નો સમાવેશ થાય છે.
ખંભાત શહેરમાં અલીંગ વિસ્તારમાંથી ગઈકાલે એક જ દિવસમાં કોરોનાં પોઝીટીવનાં આઠ કેસ નોંધાયા હતા અને આજે વધુ પાંચ કેસ નોંધાયા છે,તે સાથે જ ખંભાતનાં અલીંગ વિસ્તારમાં કોરોનાં પોઝીટીવનાં ૧૮ કેસ થયા છે.ખંભાત શહેરમાં સૌથી વધુ કોરોનાં પોઝીટીવ દર્દીઓની સંખ્યાં નોંધાતા ખંભાત પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે,અને લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.
જયારે ઉમરેઠ શહેરમાં ગાંધીવાડ વિસ્તારમાં રહેતા અને શાકભાજીની લારી ચલાવતા રાજુભાઇ ગાંધી(વ્હોરા) (ઉ.વ.૪૫)માં ત્રણેક દિવસ પૂર્વે કોરોનાનાં લક્ષણો જણાતા તેેઓને બે દિવસ પૂર્વે સારવાર માટે હોસ્પીટલમાં ખસેડીને તેઓનાં સેમ્પલ લઇને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા,જેનો ગુરૂવારે રીપોર્ટ આવતા તેમાં કોરોનાં પોઝીટીવ હોવાનું જણાતા આરોગ્ય વિભાગ દ્વારા વ્હોરવાડાનાં ગાંધીવાડ સહિત વિસ્તારનો એક કિ.મીનો વિસ્તાર કલસ્ટર કવોરોન્ટાઈન કરી સમગ્ર વિસ્તારને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે, તેમજ આ વિસ્તારમાં રહેતા તમામ લોકોને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
ખંભાતમાં વધુ પાંચ કોરોનાં પોઝિટિવ ઉમરેઠમાં એક કેસ નોંધાયો

Recent Comments