(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૨૦
આણંદ જિલ્લાનાં ખંભાતમાં લોકડાઉનનાં ચોથા તબક્કામાં પણ કોરોનાં પોઝિટિવનાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ખંભાતમાં આજે એક પ્રોઢ મહિલા સહીત બેનાં કોરોનાં પોઝિટિવ રીપોર્ટ આવતા આણંદ જિલ્લામાં કોરોનાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૮૯ પર પહોંચી છે,જો કે મોટાભાગનાં કોરોનાં પોઝિટિવ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈને પોતાનાં ઘરે પરત ફર્યા છે. ખંભાતનાં કંસારીગામે રહેમતનગરમાં રહેતા ૪૫ વર્ષિય યુવક કે જે ઓએનજીસી વડોદરા ખાતે અપડાઉન કરતો હતો જેનો રીપોર્ટ આજે કોરોનાં પોઝિટિવ આવ્યો છે, જયારે ખંભાતનાં ઝંડાચોકમાં રહેતા ૫૬ વર્ષિય પ્રોઢાનો રીપોર્ટ પણ કોરોનાં પોઝિટિવ આવતા આણંદ જિલ્લામાં કોરોનાં પોઝિટિવ નોંધાયેલા દર્દીઓની સંખ્યા ૮૯ પર પહોંચી છે, જે પૈકી ૪૫ વર્ષીય યુવકને ખંભાતનાં કાર્ડીયાક સેન્ટરમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે, જયારે પ્રોઢ મહિલાને પણ કાર્ડીયાક સેન્ટરનાં આયસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે.