(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૧૪
આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાં સંક્રમણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે, ત્યારે ખંભાત શહેરમાં વધુ બે કોરોનાં પોઝિટિવ કેસ નોંધાયા છે. તે સાથે જિલ્લામાં કોરોનાં પોઝિટિવની સંખ્યા ૮૬ પર પહોંચી છે.
ખંભાત શહેરમાં વધુ બે કોરોનાં પોઝિટિવ કેસનાં રીપોર્ટ આવતા ખંભાત શહેરમાં કોરોનાં પોઝિટિવની સંખ્યા ૭૧ પર પહોંચી છે, જયારે જિલ્લામાં કોરોનાં પોઝિટિવનાં કુલ દર્દીઓ ૮૬ નોંધાયા છે. જો કે, અત્યાર સુધીમાં હોસ્પિટલોમાંથી કોરોનાં પોઝિટિવનાં ૭૧ દર્દીઓ કોરોના મુકત બની સ્વસ્થ બનીને હોસ્પિટલમાંથી રજા મેળવી પોતાનાં ઘરે પરત ફર્યા છે. ખંભાતની કેમ્બે જનરલ હોસ્પિટલનાં ઉપપ્રમુખના બે કોરોનાં પોઝિટિવ રીપોર્ટ આવ્યા છે.