(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૫
આણંદ જિલ્લાનાં ખંભાત શહેર કોરોનાં વાયરસ માટે હોટ સ્પોટ બની ગયું છે,ખંભાત શહેરનાં અલીંગ વિસ્તારમાં આવેલા એક જ પરિવારનાં સાત સભ્યો તેમજ અન્ય એક મહિલા સહીત આઠનાં કોરોનાં પોઝીટીવ રીપોર્ટ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, ખંભાત શહેરમાં એક જ પરિવારનાં સાત સભ્યો અને એક મહિલાનો કોરોનાં પોઝીટીવ રીપોર્ટ આવતા ખંભાતમાં કોરોનાં પોઝીટીવની સંખ્યા ૧૩ થઈ છે, અને સમગ્ર જિલ્લામાં કોરોનો પોઝીટીવની સંખ્યા ૧૮ થઈ છે. તે સાથે જ આજે આરોગ્ય વિભાગ દ્વારા કલસ્ટર કવોરોન્ટાઈન કરાયેલા સમગ્ર અલીંગ વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.
ખંભાતનાં અલીંગ વિસ્તારમાં રહેતો કેતન રાણા થોડા દિવસો દરમિયાન સુરતથી આવ્યો હતો, જેને કોરોનાં લક્ષણો દેખાતા તેને આયસોલેટ કરી તેનો રીપોર્ટ કરાવવામાં આવતા કેતન રાણાનો કોરોનાં પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ તેનાં પરિવારનાં ૯ સભ્યોનાં પણ સેમ્પલ લઈને કોરોનાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી સાત સભ્યોનાં તેમજ અન્ય એક દર્દીનાં સંપર્કમાં આવેલી ૫૬ વર્ષિય મહિલા સહીત આઠનાં આજે કોરોનાં પોઝીટીવ રીપોર્ટ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, અને કોરોનાં ફેલાવા માટે હોટ સ્પોટ બની ગયું છે,ખંભાતમાં અગાઉ એક જ પરિવારનાં માતા પિતા અને પુત્ર સહીત ત્રણનાં કોરોનાં પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો, અને તે સાથે ખંભાત શહેરમાં કોરોનાં પોેઝીટીવ દર્દીઓની સંખ્યા ૧૩ને પાર કરી ગઈ છે, આણંદ જિલ્લામાં જોવામાં આવે તો ખંભાતમાં ૧૨, હાડગુડમાં ૩ અને આણંદ, નવાખલમાં ૧-૧ મળીને કુલ ૧૮ કોરોનાં પોઝીટીવનાં કેસો નોંધાયા છે.