(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૧૯
આણંદ જિલ્લાનાં ખંભાત શહેરમાં ગત રાત્રીનાં સુમારે નવરાત્રી દરમિયાન ટોળા એકત્ર થઈ માસ્ક નહી પહેરી સોસ્યલ ડીસ્ટન્સ નહી જાળવતા પોલીસે તેઓને સોસ્યલ ડીસ્ટન્સ જાળવવા અને એકત્ર નહી થવા સુચનાઓ આપતા સ્થાનિક રહીસો અને પોલીસ વચ્ચે ધર્ષણ થતા ઉસ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મચારીની ફેંટ પકડી યુનિફોર્મનાં સર્ટનાં બટન તોડી નાખી ઝપાઝપી કરતા તેમજ કોઈ અજાણ્યા શખ્સએ સોસ્યલ મીડીયામાં મુસ્લિમ યુવકએ હિન્દુ યુવતીની છેડતી કરી હોવાનો ખોટો મેસેજ વાયરલ કરતા ખંભાત સીટી પોલીસે બે જુદા જુદા ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ખંભાત શહેરમાં માછીપુરામાં ગણપતી મંદિર પાસે ં ગત રાત્રીના સુમારે નવરાત્રી પર્વ નિમિત્તે આરતી કરવા માટે લોકો એકત્ર થયા હતા.જે ટોળા માસ્ક નહી પહેર્યા વિના તેમજ કોવીડ-૧૯ અંતર્ગત સોસ્યલ ડીસ્ટન્સ જાળવ્યા સિવાય ભેગા થયા હોઈ જે અંગે પોલીસ દ્વારા ટોળાને વિખેરાઈ જવા સુચના આપી હતી તેમજ સોસ્યલ ડીસ્ટન્સ જાળવવા જણાવતા ટોળામાં રહેલા જુગલ નુતનભાઈ ખલાસીએ ત્યાં આવીને પોલીસ કર્મચારીને તું અમને કહેવાવાળો કોણ તેમ કહીને જુગલ ખલાસી સહીત છ જણાએ પોલીસ કર્મચારી જીતેન્દ્રભાઈને ગાળો બોલીને ફેંટ પકડી પોલીસ યુનિફોર્મનાં બટન તોડી નાખી ઝપાઝપી કરી હતી જેથી આ બનાવ અંગે જીતેન્દ્રભાઈએ પોલીસ મથકે જાણ કરતા પી.આઈ આર એન ખાંટ સહીતનો પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. એકત્ર થયેલા ટોળાને વીખેરી નાખી મામલો કાબુમાં લીધો હતો.અને પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો. તે દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ ખંભાત શહેરની શાંતીમાં પલીતો ચાંપવાનાં બદ ઈરાદે સોશ્યલ મીડીયામાં મુસ્લીમ યુવક દ્વારા હિન્દુ છોકરીની છેડતી કરી હોવાનો ખોટો મેસેજ વાયરલ કર્યો હતો. એકત્ર થયેલા લોકોના ટોળામાં ઉસ્કેરાટ ફેલાયો હતો. જે મેસેજ ખંભાત ટાઉન પોલીસ સ્ટેશનના વોટ્‌સઅપ ગ્રુપમાં આવતા ખંભાત સીટી પોલીસ તાત્કાલિક તપાસ કરતા ખરેખર આવી કોઈ હિન્દુ છોકરીની છેડતીનો બનાવ નહી બન્યો હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે ખંભાત સીટી પોલીસે પોકો જીતેન્દ્રભાઈની ફરિયાદને આધારે સોશ્યલ મીડીયામાં ખોટો વાયરલ કરનાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જયારે પોલીસ પર હુમલો કરી સરકારી ફરજ બજાવવામાં અવરોધ ઉભો કરી પોલીસ કર્મચારીની ફેંટ પકડી ઝપાઝપી કરનારા જુગલભાઈ નુતનભાઈ ખલાસી (ગણેશ સોસાયટી,માછીપુરા,ખંભાત), રોનકકુમાર બંસીલાલ પટેલ, જતીનકુમાર ખારવા,રોનકભાઈ ખલાસી,મફતભાઈ ખારવા,અશોકભાઈ ખારવા સહીત છ જણા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.