(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૫
ફેબ્રુઆરી મહિનામાં ખંભાત શહેરમાં થયેલ કોમી રમખાણોના ૭૪ મુસ્લિમ આરોપીઓની અલગ-અલગ ધારા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમના એડવોકેટ મારફત આમાન ૭૩ આરોપીઓની જામીન અરજી ખંભાત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવી હતી. જેની સુનાવણી કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેની સુનાવણી થતાં ૨૪ એપ્રિલના રોજ ૭૩ આરોપીઓના જામીન મંજૂરકરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સિવાય લગભગ ૯૦ લોકો પર ધારા ૧૫૧ લગાવવામાં આવી હતી. જેમના પહેલાં જ કોર્ટ રિહા કરી ચૂકી છે. ફેબ્રુઆરી માસમાં ખંભાતના અકબરપુર સહિત વિવિધ વિસ્તારોમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જૂની અદાવતને પગલે બેકોમના ટોળા સામસામે આવી ગયા હતા. જેમાં બેકોમના ઘરોમાં પથ્થરમારો કરી તોડફોડ અને આગચંપી કરી હતી.