(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૯
સચીન જીઆઇડીસી રોડ પર ખજોદ ખાતે ડાયમંડ બુસની પીએસપી પ્રોજેક્ટની કોલોનીમાં રહેતો ૨૦ વર્ષથી અશોક રવિન્દ્ર યાદવ, ૨૫ વર્ષનો રાહુલ રામસોચ રાજભર સહિત છ શ્રમજીવીઓને ગઈકાલે સાંજે ખજોદ ખાતે પીએસપી પ્રોજેક્ટ ડાયમંડ બુશ પાસે ગટર લાઈન માટે ખોદેલા ખાડામાં લેવલ કરતા હતા. તે સમયે અચાનક માટી ધસી પડતા શ્રમજીવી અશોક અને રાહુલ દબાઈ ગયા હતા જેથી અન્ય મજૂરો માટે દોડધામ થઈ જવા પામી હતી અને તરત જ બંને અન્ય સમયે બહાર કાઢીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. નોંધનીય છે કે પીએસપી પ્રોજેક્ટ સુપરવાઇઝરનું રાઠોડ અને એન્જિનિયર વરૂણ પટેલ શ્રમજીવી અને કોઈ સેફ્‌ટીના સાધના રાખેલા ન હતા અને તેમની બેદરકારીના લીધે બંનેના મોત નિપજ્યા પોલીસે ગુનો નોંધ્યો હતો આ અંગે ખટોદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.