(સંવાદદાતા દ્વારા) ડભોઈ, તા.૩૦
ડભોઇ તાલુકાના કરનેટ ગામે આવેલી ઓરસંગ નદી પટમાં નગરપાલિકાના વોટર વર્કસના પાંચ પીવાના પાણીના કૂવા આવેલા છે તેમજ ડભોઇ સંખેડાને જોડાતો બ્રિજ તથા આદિવાસીઓનો સ્મશાન અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર રેતીની લીઝ બિન અધિકૃત રીતે ભૂસ્તર શાસ્ત્રી કચેરી વડોદરા ખાતેથી સર્વે બ્લોક નંબર ૧૨માં મંજૂરી આપવામાં આવતા લીઝના માલિક જયેશભાઈ મનુભાઈ પટેલ દ્વારા છેલ્લા ચાર-પાંચ દિવસથી બ્રિજના અઢીસો મીટરના અંતરેથી રેતી ખનનનું ખોદકામ કરતા સરપંચ સહિત ગ્રામજનો અને આદિવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ જગ્યા પરથી ખોદકામ બંધ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. બ્લોક ૧૨ની સામે નદી પટ વિસ્તારમાં ડભોઇ નગરપાલિકાના બોરવેલ પાંચ આવેલા છે જેના દ્વારા પીવાનું પાણી પૂરૂં પાડવામાં આવેલ છે જેની અંદાજિત ૭૫,૦૦૦ જેટલા ગામના ઇસમોને પાણીની તંગી ઊભી થાય તેમજ ડભોઇ સંખેડા વચ્ચે આવેલ આ બ્રિજને નુકસાન થઈ શકે છે અને નદી પટ વિસ્તારમાં પીવાના પાણી પાઇપલાઇનનો પણ નાખેલી છે વગેરે નુકસાન થઈ શકે તે માટે કરનેટ ગ્રામ પંચાયત સર્વાનુમતે સભામાં જયેશભાઈ મનુભાઈ પટેલની અરજી નામંજૂર કરવામાં આવી હતી તેમ છતાં વર્ષો બાદ ગ્રામ પંચાયતની મંજૂરી વગર કે સભાના ઠરાવની વગર ભૂસ્તરશાસ્ત્રી કચેરી વડોદરા ના અધિકારીઓ દ્વારા ઉપરોક્ત રેતી ખનન માટેની લીઝ મંજૂર કરવામાં આવતા ગામના સરપંચ સહિત સદસ્યો સહિત આદિવાસીઓએ રેતી લીઝ બંધ કરાવવા વિરોધ કરી ઉચ્ચ અધિકારીઓને લેખિત જાણકરી જો આ બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.