અમરેલી, તા.૭
ખાંભા માર્કેટયાર્ડ ખાતે મગફળી કાઉન્ટર ઉપર ખોટી રીતે ગીર્દી કરતા પોલીસે સમજાવતા પોલીસ સાથે બિભત્સ ભાષામાં વાત કરી માર મારી તેમજ સરકારી કર્મચારીઓને માર મારતા નેસડીના શખ્સ સામે ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવની મળતી વિગતો અનુસાર ખાંભા માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની કામગીરી શરૂ હતી ત્યારે રાજેશ બાબુભાઈ સાવલિયા (ઉ.વ.૪૦) કાઉન્ટર ઉપર ખોટી રીતે ગીર્દી કરતો હોઈ જેથી ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ લાખાભાઈ નાગરે રાજેશભાઈને સમજાવતા તેમની સાથે ઊંચા અવાજે વાત કરી તેમજ અપશબ્દો બોલી કાઠલો પકડી પોલીસ કોન્સ.ને માર મારતા ગાલ અને છાતીના ભાગે ઈજા થયેલ હતી.
જ્યારે મગફળી ખરીદી કરવા બેસેલ સરકારી કર્મચારીઓ ઉપર પણ રાજેશ સાવલિયાએ હુમલો કરી માર મારેલ હતો. પોલીસ તેમજ મગફળી ખરીદી કરવા બેસેલ કર્મચારીઓને ફરજમાં રૂકાવટ કરી માર મારતાની ખાંભા પોલીસમાં પો.કો. બાબુભાઈ નાગરે ફરિયાદ નોંધાવેલ હતી.