અમદાવાદ, તા. ર૬
સરકારે આરટીઈ એક્ટ ગરીબ બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે બનાવ્યો છે. પરંતુ ખાનગી શાળાઓ આ કાયદાને ઘોળીને પી ગઈ છે. છાશવારે આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. હજી સુધી આરટીઈનો બીજા રાઉન્ડ શરૂ થયો નથી તેની સામે વાલીઓનો રોષ ચરણ સીમાએ પહોંચ્યો છે. ત્યારે અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં આરટીઈ મામલે સ્કૂલ સંચાલકોએ દાદાગીરી યથાવત રાખી છે અને તઓ આરટીઈ હેઠળ બાળકોને પ્રવેશ આપવા તૈયાર નથી. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં આરટીઈ મામલે સ્કૂલ સંચાલકોએ દાદાગીરી યથાવત રાખી છે. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના પત્ર બાદ પણ શાળાઓ આરટીઈ હેઠળ પ્રવેશ આપવા તૈયાર નથી. આનંદનિકેતન સ્કૂલે શાળા બહાર બોર્ડ લગાવ્યું છે કે હાલ આરટીઈ હેઠળ કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી છે. છ વર્ષના બાળકને પણ પ્રવેશ ન આપવાની દાદાગીરી કરતા વાલીઓ અને બાળકો સ્કૂલની બહાર રઝળી પડ્યા છે. જ્યારે કે શાળાએ ગેટ પર તાળા માર્યા છે. જેથી વાલીઓ સ્કૂલની બહાર ઉપવાસ પર બેઠા છે.