દાહોદ, તા.૧૬
ફતેપુરા તાલુકાના મકવાણાના વરૂણા ગામના માનસીંગ ગરાસીયાના ઘર નજીક રહેતા વીરસીંગભાઈના ઘર નજીક આવેલા નવા સંડાસના ખાળકૂવો બનાવવા માટે ખાડો ખોદી ખાળકૂવો બનાવવાનું કામ ચાલતું હતું. તે ખાડામાં વરસાદનું પાણી ભરાઈ ગયેલ હોઈ તે ખાડા નજીક રમી રહેલા ૮ વર્ષીય વિજય માનસીંગ ગરાસીયા અચાનક ખાડામાં પડી ગયો હતો. તેને જાઈ તેને બચાવવા માટે તેનો મોટો ભાઈ ૧૧ વર્ષીય પર્વત ખાળ કૂવાના પાણી ભરેલ ખાડામાં ઝંપલાવી બચાવવાની કોશીશ કરતા બંનેભાઈઓ ખાડાના પાણીમાં ડૂબી જતાં બંનેના મોત નિપજ્યા હતા. જેઓની લાશ ગામ લોકોએ ખાડામાંથી બહાર કાઢી હતી.
આ સંબંધે વરૂણા ગામના તેરસીંગભાઈ ખાતરાભાઈ ગરાસીયાએ સુખસર પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.