(એજન્સી) ચંદીગઢ, તા.૧૬
કેજરીવાલ દ્વારા પંજાબના પૂર્વ પ્રધાન વિક્રમસિંગ મજેઠિયાની માફી માંગવાના મુદ્દે પંજાબના આપ નેતાઓમાં ભારે નારાજગી પ્રવર્તે છે. પંજાબ વિધાનસભાના વિપક્ષના નેતા અને આપના ધારાસભ્ય સુખપાલસિંગ ખેરે કહ્યું કે જ્યારે પંજાબ પોલીસની વિશેષ તપાસ ટીમે હાઈકોર્ટમાં એક નિવેદન આપી કહ્યું છે કે પૂર્વ પ્રધાન વિક્રમસિંગ મજેઠિયા પર ડ્રગ્સ કારોબારના પૂરતા પુરાવા છે જે કાર્યવાહી માટે પૂરતા છે. તેવા સમયે કેજરીવાલે મજેઠિયાની માફી માંગી તે વાત સમજાતી નથી. તેમણે કહ્યું કે કેજરીવાલે માફી માંગી હતી જે અમારા માટે ફટકા સમાન છે. કેજરીવાલના માફીના નિવેદને પંજાબના યુવાનોને નિરાશ કર્યા છે.