(એજન્સી) તા.૪
વિશ્વભરમાં કોરોના વાયરસ મહામારીના પગલે ૨.૬ કરોડ કરતાં વધુ નવા કેસોએ ૮.૬ લાખ કરતાં વધુ મૃત્યુના પગલે હવે વૈજ્ઞાનિકો કોરોના વાયરસ અને તેના સંક્રમણ મિકેનિઝમનો ગહન અભ્યાસ કરી રહ્યાં છે કે જેથી આ રોગ સાથે વધુ સારી રીતે કામ લઇ શકાય. નોવેલ કોરોના વાયરસના કેટલાક નવા તારણો સામે આવ્યાં છે.
પ્લેસેન્ટા પ્રોટીન સંભવતઃ માતામાંથી ગર્ભને કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવે છે
વૈજ્ઞાનિકોએ પ્લેસેન્ટા (ગર્ભમાં રહેલ બાળકના રક્ષણ માટેનું કવચ) કોષિકામાં એક અનન્ય પ્રકારનું પ્રોટીન ઓળખી કાઢ્યું છે જે સંક્રમિત માતા તરફથી તેના ગર્ભસ્થ શિશુને કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવે છે. વર્તમાન ડેટા અનુસાર નવજાત શિશુઓમાં કોવિડ-૧૯નો સંક્રમણ દર પાંચ ટકા કરતાં પણ ઓછો છે.
પ્લાઝમીન એન્ઝાઇન અન્ય રોગો ધરાવતાં દર્દીઓને કોવિડનું વધુ સંક્રમણ કરે છે
વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે હાઇપર ટેન્શન, ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓમાં પ્લાઝમીન નામનું એક એન્ઝાઇમ હોય છે જે તેમને કોવિડ-૧૯ના સંક્રમણનો વધુ ભોગ બનાવે છે.
લોહીમાં જો કોરોના વાયરસ હોય તો કોવિડ-૧૯નું સૌથી વધુ સંક્રમણ થાય છે
હાલ કોવિડ-૧૯ ટેસ્ટ વ્યક્તિના નાક અને ગળામાંથી લેવામાં આવેલ સેમ્પલ પરથી કરવામાં આવે છે. ટીમને એવું જાણવા મળ્યું છે કે જો દર્દીના લોહીમાં વાયરસ ન ગયાં હોય તો તેના સાજા થવાની તક ઘણી વધુ હોય છે. એક અભ્યાસ અનુસાર જો દર્દીના લોહીમાં સાર્સ-કોવ-૨નું લેવલ માપી શકાય તેવું હોય તો તેવા દર્દીને કોરોનાના ગંભીર લક્ષણો થવાનું જોખમ સાત ગણું વધુ છે અને ૨૮ દિવસમાં આવા દર્દીનું મૃત્યુ થવાનું જોખમ ૮ ગણુ વધુ છે.
કોવિડ-૧૯ના દર્દીઓમાં લોહી ગંઠાવા માટે જવાબદાર પ્રોટીન શોધી કાઢ્યું
વૈજ્ઞાનિકોએ એક એવું પ્રોટીન શોધી કાઢ્યું છે જેના કારણે કોવિડ-૧૯ના દર્દીઓનું લોહી ગંઠાઇ જાય છે. એનબીએલ નામનું પ્રોટીન આ માટે જવાબદાર છે. જેમનામાં આ પ્રકારનું પ્રોટીન ડેવલપ થાય છે એવા દર્દીઓને લોહી ગંઠાઇ જવાનું જોખમ વધુ રહે છે.