(એજન્સી)          નવી દિલ્હી, તા. ૨૯

ભારતથી ૭ હજાર કિલોમીટર દૂર ફ્રાન્સથી સોમવારે રવાના થયેલા પાંચ ફાઇટર જેટ રફાલ આજે ભારે ઉત્સાહિત અને રોમાંચભર્યા માહોલની વચ્ચે પંજાબમાં ભારતીય વાયુદળના અંબાલા એરબેઝ પર ભારતની જમીનને સ્પર્શ કર્યો ત્યારે વાયુદળના વડા એરમાર્શલ આરકેએસ ભદૌરિયા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમનું અને પાયલટનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. અંબાલામાં આ યુદ્ધ વિમાનોને વોટર સેલ્યૂટ આપવામાં આવ્યું. આ પ્રસંગે લોકોની ભીડને રોકવા અંબાલા એરબેઝની આસપાસ કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. અને એરબેઝની આસપાસ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ચાર કે વધુ લોકોના એકત્ર થવા પર અને ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી પર અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ચાર વર્ષ પછી આ અતિઆધુનિક ઘાતક સુવિધાયુક્ત લડાકૂ વિમાનો આખરે ભારતના વાયુદળમાં સામેલ થઇ ગયા હતા. ભારતે કુલ ૩૬ વિમાનોનો ઓર્ડર આપ્યો છે. તેમાંથી પાંચ વિમાનો ચીન સાથે તણાવપૂર્ણ માહોલની વચ્ચે ભારતને મળતાં ભારત હવાઇ સુરક્ષાની રીતે વધુ મજબૂત બન્યું છે. ેંછઈથી જ્યારે રાફેલે ઉડાન ભરી તો થોડીવાર બાદ ભારતીય વાયુસીમામાં પ્રવેશ કર્યો હતો. જ્યારે આ પ્લેન અરબ સાગરથી પસાર થયા તો ૈંદ્ગજી કોલકાતાના કન્ટ્રોલ રૂમથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ૈંદ્ગજી કોલકાતા કન્ટ્રોલ રૂમની અંદરથી કહેવામાં આવ્યું કે, ઇન્ડિયન નેવલ વૉર શિપ ડેલ્ટા ૬૩ એરો લીડર. મે યૂ ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, હેપ્પી હન્ટિંગ, હેપ્પી લેન્ડિંગ.’

ફ્રાંસમાંથી આવેલા પ્રથમ પાંચ રાફેલ વિમાન અંબાલા એરબેઝ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયા છે. આ અંગેની જાણકારી દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપી હતી. તેમણે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, ’બડ્‌ર્સ’ અંબાલા ખાતે સુરક્ષિત લેન્ડ થઈ ગયા છે. રાફેલના ભારતમાં લેન્ડિંગ સાથે જ ભારતીય આર્મીના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે. આ ફાઈટર વિમાનોએ સોમવારે ફ્રાન્સીસી શહેર બોરદુના મેરિગ્નેક એરબેઝથી ઉડાણ ભરી હતી. આ વિમાનોમાં એક સીટવાળા ૩ વિમાનો અને બે સીટવાળા બે વિમાન છે. ભારતીય સરહદમાં ઘુસતા જ સુખોઈ ૩૦ એમકેઆઇએ રાફેલને એસ્કોર્ટ કર્યું. નોંધનીય છે કે, ભારતને ૩૬ રાફેલ ફાઈટર જેટ મળવાના છે. જેમાં ૧૮ અંબાલા અને ૧૮ પશ્ચિમ બંગાળના હાસીમારા એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. હાસીમારા એરબેઝ ચીન અને ભૂતાન સરહદની નજીક છે. બે એન્જિન ધરાવતા આ ફાઈટર જેટમાં બે પાયલટ બેસી શકે છે. ઊંચા વિસ્તારોમાં લડવા માટે જાણીતુ આ ફાઈટર એક મિનિટમાં જ ૬૦ હજાર ફૂટની ઊંચાઈએ જઈ શકે છે.

 

 

રાફેલની વિશેષતાઓ

રાફેલ ચોથી પેઢીનું ફાઇટર જેટ છે. તે અનેક ભૂમિકા ભજવવામાં સક્ષમ કોમ્બેટ ફાઇટર જેટ છે. ગ્રાઉન્ડ સપોર્ટ, ડેપ્થ સ્ટ્રાઇક અને એન્ટી શિપ અટેકમાં સક્ષમ છે. તેની તાકાતનો અંદાજો એનાથી લગાવી શકાય છે કે તે નાના ન્યૂક્લિયર હથિયારોને લઈ જવામાં સક્ષમ છે. રાફેલ એરક્રાફ્ટ ૯૫૦૦ કિલોગ્રામ ભાર વહન કરવામાં સક્ષમ છે. તે મહત્તમ ૨૪૫૦૦ કિલોગ્રામ વજનની સાથે ઉડાન ભરી શકે છે. આ ફાઇટર જેટની મહત્તમ સ્પીડ ૧૩૮૯ કિ.મી./કલાક છે. એકવારમાં આ જેટ ૩૭૦૦ કિ.મી. સુધીની સફર કાપી શકે છે. તે હવાથી હવા અને જમીન બંને પર હુમલો કરનારી મિસાઇલથી સજ્જ છે.

 

અંબાલામાં રાફેલ વિમાનોના આગમનનું  મોદીએ સ્વાગત કર્યું

 

બુધવારા પંજાબના અંબાલાના આઇએએફ સ્ટેશન પર રાફેલ વિમાનોની પ્રથમ બેચ આવી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાનોના આગમનનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઓફિસે પણ કહ્યું કે, સુખોઇ-૩૦ એમકેઆઇ વિમાનો દ્વારા ભારતીય સરહદેથી રાફેલનો એસ્કોર્ટ કરાયા છે. વડાપ્રધાન મોદીએ સંસ્કૃતમાં ટિ્‌વટ કરતા લખ્યું કે, રાષ્ટ્રની સુરક્ષા સમાન કોઇ પુણ્ય, વ્રત અથવા યજ્ઞ હોતો નથી. તેમણે ભારતીય વાયુદળનું પણ સંસ્કૃત ભાષામાં જ સ્વાગત કર્યું હતું.