જંબુસર સહિત અનેક જગ્યાના કોરોના મૃતદેહોની અંતિમક્રિયા તથા દફનવિધિનું કાર્ય જે ૧ર જેટલા સમાજ સેવકો કરી રહ્યા છે. તેમને બિરદાવવામાં આવ્યા હતા. ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રગતિ ફાઉન્ડેશન દ્વારા જંબુસરની વ્હોરા ભરૂચી અને પ્રોગ્રેસિવ ટ્રસ્ટના કાર્યકરોને સન્માનપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચથી ખિદમતે ખલ્ક પ્રમુખ યાસીનભાઇ એડવોકેટ એમઆઇ લાલા પ્રોગ્રેસિવ ટ્રસ્ટી તન્હા પટેલ, સભ્ય ઇકબાલભાઇ પટેલ, વર્લ્ડ વ્હોરા ભરૂચી ફાઉન્ડેશન ઇસ્માઇલભાઇ પટેલ હાજર રહ્યા હતા.