(એજન્સી) શાંઘાઈ, તા.૧પ
ચીને ગુરૂવારે પોતાના ગર્ભશ્રીમંત ગ્રાહકો માટે ખીણની અંદર બનેલી એક હોટલના દરવાજા ખુલ્લા મૂક્યા છે. ૩૩૬ રૂમ ધરાવતી આ સ્વેન્કી હોટલને ૮૮ મીટર ઊંડા (ર૯૦ ફૂટ) મોજાઓથી કઈ રીતે બચાવી શકાય, તે તેના નિર્માણય સમયે ઈજનેરો માટે પણ થોડું અઘરું હતું. શાંઘાઈ વંડરલેન્ડમાં બનેલી આ હોટલમાં થીમ પાર્ક પણ છે, કે જેને ર૮૮ મિલિયન ડોલરના ખર્ચે બનાવાયો છે. આ હોટલની બનાવટ આધુનિક છે અને તેની એક તરફ ધોધ પડી રહ્યો છે. શાંઘાઈના મધ્ય ભાગમાંથી આ હોલટ સુધી પહોંચવામાં એક કલાક જેટલો સમય લાગે છે. આ હોટલ ૧૭ માળની છે. તેના રૂમમાં રાત્રિ રોકાણ માટેનું ભાડું ૩૩૯૪ યાન (૪૯૦ ડોલર)થી શરૂ થાય છે. આ હોટલના રૂમો પાણીના સ્તરથી નીચે આવેલ છે પરંતુ તેનાથી એવી આશા રાખવાની સહેજ પણ જરૂર નથી કે તેનાથી તમને ખીણનું સંપૂર્ણ દૃશ્ય જોવા મળશે, કારણ કે હોટલના આ રૂમોના બાહ્ય ભાગમાં વિશાળ ફિશ ટેન્ક લગાવવામાં આવ્યા છે. ચીનના એક વરિષ્ઠ ઈજનેરે આ હોટલના નિર્માણ બાદ જણાવ્યું કે, આપણે શા માટે એવું કહેવું જોઈએ કે ખીણમાં આવેલી આ હોટલની સરખામણી બીજી કોઈ વસ્તુથી ના થઈ શકે. અમે જ્યારે તેને બનાવવાની શરૂઆત કરી ત્યારે અમે આનો કોઈપણ અનુભવ ધરાવતા નહોતા. અમારી પાસે તેને બનાવવાનો પણ કોઈ સંદર્ભ નહોતો. તેના નિર્માણમાં અમને ખૂબ મુશ્કેલી પણ પડી. છતાંય અમે તેના નિર્માણમાં સફળ રહ્યા.