મોડાસા,તા.૧
ખીલોડા ગામમાં ઘરકામ કરી જીવનનિર્વાહ ચલાવતી મહિલાના ૪ મહિના અગાઉ પતિનું હૃદયરોગથી મોત નિપજતા વિધવા બનેલ સવિતાબેન નાનસિંહ મકવાણાનો ધો.૧૦માં આકરૂન્દ પી.કે. ફણસે વિદ્યાલયમાં અભ્યાસ કરતો જતીનસિંહ ઉર્ફે ગફુર (ઉં.વર્ષ-૧૫) સોમવારે શાળામાં ગયો હતો. તે તેના ગામના મિત્ર અને સહાધ્યાયી શક્તિસિંહ સાથે શાળામાંથી વહેલા નીકળી ગયો હતો. બંને ચાલતા ચાલતા ગામની કેનાલ પાસે પહોંચતા જતીને વહેલા ઘરે જતા પરિવારજનો બોલશે તેવી બીક લાગતા પુલીયા નજીક ગરનાળા પર બેસી તેના મિત્રને ઘરે જવાનું કહેતા તેનો મિત્ર ઘરે પહોંચી ગયો હતો. જતીન ઘરે સમયસર ન પહોંચતા તેની માતાએ અને પરિવાજનોએ શોધખોળ હાથધરી હતી કેનાલ નજીકથી જતીનના ચપ્પલ મળી આવતા ગ્રામજનોએ કેનાલમાં અને આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથધરવા છતાં પુત્રની ભાળ નહિ મળતા સવિતા બેને તેમના પુત્રનું અપહરણ થયું હોવાનું જણાતાં ધનસુરા પોલીસ સ્ટેશને અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.
જતીનના ચપ્પલ ગામની નજીક પસારથતી કેનાલ પાસેથી મળી આવતા ધનસુરા પોલીસ અને મામલતદાર તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મોડાસા અને હિંમતનગરની ફાયરબ્રિગેડની ટીમ બોલાવી શોધખોળ હાથધરાવા છતાં ગૂમ સગીર જતીનના કોઈ સગડ હાથ ન લાગતા પોલીસે સમગ્ર વિસ્તારમાં શોધખોળ હાથ ધરી છે.