ખેડબ્રહ્મા પંથકમાં એક પછી એક કોરોના પોઝિટિવના આંકડાઓ વધતા જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જેથી ખેડબ્રહ્મા શહેરમાં તા.૧૪મીથી ર૧મી સુધી શહેરના તમામ બજારો સ્વયંભૂ બંધ રાખવાની સૂચનાઓ આપી હતી. જેમાં તા.૧૪મીના રોજ સોમવારે સવારથી જ શહેરના બજારોમાં એક પણ દુકાનો ખુલ્લી જોવા મળી ન હતી. આ ઉપરાંત છૂટક શાકભાજીની લારીઓ તેમજ ચાની કિટલી તેમજ પાનના ગલ્લા બંધ જોવા મળ્યા હતા.