હિંમતનગર, તા.૧૯
સાબરકાંઠા એસ.ઓ.જી. પો.ઈન્સ. એમ.ડી.ઉપાધ્યાયેને બાતમી મળેલ કે ખેડબ્રહ્મા મંદિર સામે છાપરામાં રહેતા રમેશ ઉર્ફે રામદાસ સલાટ નામનો માણસ બહારથી ગાંજો લાવી તેનું વેચાણ કરી યુવા પેઢી ને બરબાદ કરે છે….જે બાતમીને આધારે ગઈકાલેના રોજ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એમ. ડી.ઉપાધ્યાય તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન.પરમાર તથા સ્ટાફના માણસો દ્વારા ખેડબ્રહ્મા અંબાજી મંદિરની સામે ભિલકા તળાવની પાળ ઉપર આવેલ છાપરામાં રેઈડ કરતા છાપરામાંથી ૩૮૫ ગ્રામ ગાંજો કિ.રૂ.૩૮૫૦/- નો મુદ્દામાલ વગર પાસ પરમીટનો ગેરકાયદેસર રીતે મળી આવતા કબ્જે કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.