નડિયાદ,તા.૯
ખેડામાં કોરોના પોઝિટિવ આવતા ૧૪ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કરાયા છે જ્યારે મહુધાના ૧૦ વિસ્તારમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયા છે. નડિયાદના વધુ ૧૬ વિસ્તાર કન્ટેન્ટમેન્ટ જાહેર કરી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
ખેડા શહેરમાં આવેલા કાછિયા શેરી વિસ્તારમાં રહેતા મન્સવી હરેશભાઈ કા. પટેલ ઉ.વ.રપ જેઓ કેડિલા ધોળકામાં નોકરી કરતા હતા. તેમને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી ખેડા મામલતદારે શહેરના કાછિયા શેરી, લાલ દરવાજા, હરિજનવાસ, શ્રીરામ કોમ્પલેક્ષ, વડવાડી શેરી, નાયીવાડ, કાછિયાવાડ, સૂર્યાશક્તિ ફ્લેટ, સૈયદવાડો, સી.આર. સનીની બાજુનો વિસ્તાર, એચ એન્ડ ડી પારેખ હાઈસ્કૂલ સામેના પગથિયાવાળો વિસ્તાર ડો.અમિત પનકરાના દવાખાનાનો વિસ્તાર તથા ભદ્રકાળીમાતાના મંદિરવાળા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કર્યો છે. મહુધા રબારીવાડ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ મળતા જિલ્લા ક્લેક્ટરે રબારીવાસ પીઠા પાસેના ઘરો ઉદરિયા ભાગોળ, નવાપુરા મકાનપોળ, મામલતદાર કચેરીથી ગાયત્રી મંદિર વિસ્તાર, વણઝારાવાસ, રેલવે સ્ટેશન ભરવાડવાસ ધરી પાસેના ઘરો વગેરે વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ કરી દીધો છે. રાશન વગેરે વસ્તુઓ હોમ ડિલિવરીથી પૂરી પાડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલાં ભરવામાં આવશે.
નડિયાદ શહેરના ચકલાસી ભાગોળ વિસ્તારમાં એક કેસ જોવા મળતા સી.જે. કંપની સામે સ્લમ વિસ્તાર, ભોઈવાસ, ઠાકોરવાસ, દેસાઈ સંસ્કાર વાડીથી ખોડિયાર મંદિર સુધીનો રસ્તો (સતડિયા ખડકી) ખોડિયાર મંદિરથી સલુણ બજાર સુધીના રસ્તાનો વિસ્તાર સંપૂર્ણ બંધ કરેલ છે.