બસ્તર,તા.૭
છત્તીસગઢના આદિવાસી જિલ્લા બસ્તરમાં દેવામાં ડૂબેલા એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની છે. બસ્તર સંભાગના કોંડાગાવ જિલ્લામાં બડેરાજુપર ના મારંગપુરી નિવાસી ૪૦ વર્ષીય ધનીરામે ખેતરના રકબા ઓછું હોવાના કારણે દુઃખી હતો. આ મામલે કાર્યવાહી કરતા કલેક્ટરે પટવારીને સસ્પેન્ડ કરી દીધા હતા. આ સાથે જ મામલતદારને કારણ બતાઓ નોટિસ પણ ઈસ્યૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે પટવારીએ ગિરદાવરી રિપોર્ટ ખોટી કાઢી હતી. જેના કારણે ખેડૂતની રકબા ઘટી ગઈ હતી. જેના પગલે ૧૦૦ ક્વિંટલ ધાન વેચવાની આશા લગાવીને બેઠેલા ખેડૂતને માત્ર ૧૧ ક્વિંટલની અનુમતી મળી હતી. આ અંગે હતાશ થતાં ખેડૂત ધનીરામે આત્મહત્યા કરી હતી. અને તેઓ દેવામાં દૂબેલા હતા. આ મામલે કાર્યવાહી કરતા કલેક્ટરે પટવારીને સસ્પેન્ડ કરી દીધા હતા. આ સાથે જ મામલતદારને કારણ બતાઓ નોટિસ પણ ઈસ્યૂ કરી હતી. જિલ્લાના કલેક્ટર પુષ્ણેદ્ર સિંહ મીણાએ જણાવ્યું કે, અનુવિભાગીય દંડાધિકારીની તપાસ દરમિયાન ગિરદાવરી રિપોર્ટમાં ખામી સામે આવી હતી. આના કારણે અનેક ખેડૂતોના રકબા શૂન્ય અથવા ઓછો થયો હતો. આવા દરેક ખેડૂતોની યાદી ત્રણની અંદર તૈયાર કરવાની સૂચના આપી છે. શુક્રવારે આવા ૨૪ પ્રકરણ સામે આવ્યા હતા. નવી યાદી રાજયપુર મોકલીને સોફ્ટવેરમાં અપડેટ કરવામાં આવશે. આ મામલે રાજસ્વ વિભાગની ટીમ મારંગપુરી પહોંચી અને ધનીરામના ખેતર અને ધનને ખરીદ કેન્દ્રના સોફ્ટવેરની તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ધનીરામે ૨.૭૧૩ હેક્ટર ભૂમિ ઉપર ધાન વાવ્યું હતું. પરંતુ પટવારીની ગિરદાવરી રિપોર્ટમાં ૦.૩૨૦ હેક્ટમાં ધાનની એન્ટ્રી હતી. જેના કારણે ખોટી એન્ટ્રીની ભૂલના કારણે ખેડૂતની રકબા ઓછી થઈ ગઈ હતી. ધનીરાના સંબંધી પ્રેમલાલ નેતામના જણાવ્યા પ્રમાણે ધનીરા પાસે ૬.૫૦ એકડની ભૂમિનો સ્વામિત્વ પટ્ટો હતો. જેમાં ૧૦૦ ક્વિટલ ધાન વેચવાની તૈયારીમાં હતો. જ્યારે ધનીરામે ટોકન કાપવા માટે લેમ્પમાં મને મોકલ્યો તો જાણવા મળ્યું કે માત્ર ૧૧ ક્વિટલ ધાન વેચી શકશે. આ વાત જાણીને તે ધનીરામ ખૂબ જ પરેશાન હતો.