(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
ત્રણ વિવાદિત કાયદાઓના અમલને ૧૮ મહિના સુધી રોકવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવ્યા બાદ કિસાનોએ દિલ્હી અને એનસીઆર ઉપરાંત અન્ય પાટનગરોમાં પણ રેલીઓ કરવાની યોજના આગળ ધપાવી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી આવનારા ખેડૂતોના પ્રતિનિધિઓ ૧૫-૨૦ કિલોમીટર લાંબી પરેડ કાઢવાની યોજના ઘડી કઢાઇ છે. ખેડૂતો શા માટે પોતાની કાયદાઓ રદ કરવાની પર અડગ રહ્યા તે માટેના કેટલાક કારણો.
૧. યોજનામાં આશરે સાત મહિના લેનારા આંદોલને નવા ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાને મુખ્ય આધાર બનાવ્યો છે. અનેક તબક્કાની બેઠકો બાદ સરકારે આપેલી એક અધૂરી ઓફર જે ૧૮ મહિના બાદ શું થવાનું છે તેના ખુલાસા વિના જ રહી ગઇ.
૨. લાભકારી એમએસપી માટેની માગ માત્ર પાકો માટે જ ફરજિયાત નહીં પરંતુ ખરીદારો માટે પણ ફરજિયાત હોવી જોઇએ જે નવ તબક્કાની બેઠકમાં પણ ચર્ચાઇ નહીં અને સરકારના પ્રસ્તાવમાં પણ ઉલ્લેખ કરાઇ ન હતી.
૩. દેખાવો ચાલુ રાખવાનો નિર્ણય લેતાં પહેલા મંત્રણાઓમાં સામેલ રહેલા ૯૦ ટકાથી વધુ કિસાનોએ અનુભવ્યું કે, સરકારનો પ્રસ્તાવ સ્વીકારવો અને આંદોલન પરત ખેંચવું અત્યારસુધી દેશમાં જે માહોલ બન્યો છે તેનું સમર્થન ગુમાવવું પડી શકે છે.
૪. કિસાનોએ એવું પણ અનુભવ્યું કે, અત્યારસુધી જે રીતે લોકો ભેગા કરાયા છે તે ભવિષ્યમાં નહીં થાય અને ભારે ઠંડી તથા વરસાદમાં સામાન્ય માગ પર અડગ રહીને અનેક યાતનાઓ ભોગવીને સાથે રહેલા લોકોની ભાવના ધોવાઇ જશે.
૫. ખાસ કરીને યુવા નેતાઓ લાભાકારી કિંમતો સાથે આગળ વધવા સિવાય ખેતીમાં કોઇ ભવિષ્ય ન જોવાને કારણે તેઓ આંદોલન સાથે રહેવા માગતા હતા. નોકરીઓની તકની અછત દર્શાવતાં ઘણા યુવાનો ખેતી જ ચાલુ રાખવની આશા રાખી રહ્યા છે અને તેની સાથેના ક્ષેત્રો તથા સ્વ-રોજગારથી આગળ વધવા માગે છે.