(એજન્સી) નવી દિલ્હી,તા.૧૦
સિંઘુ સરહદ પર, “ગોદી મીડિયા, ગો બેક” અથવા “ગોદી મીડિયાને મંજૂરી નથી”ના બેનરોને લઈ ઉભેલા ખેડૂતો પરથી નજર ચૂકવવા જેવું નથી. જ્યારે કોઈ મીડિયાનો વ્યક્તિ તેમની સાથે ઇન્ટરવ્યૂ લેવાનો કે બોલવાની કોશિશ કરે છે, ત્યારે વિરોધ કરી રહેલા ખેડૂતો તેમના ચહેરા પર કોઈ હાવભાવ વગર પૂછતા ખચકાતા નથી કે “તમે ગોદી મીડિયાના નથી, બરાબર ?” “ગોદી મીડિયા” એ એક શબ્દ છે જેનો ઉપયોગ દ્ગડ્ઢ્‌ફના એન્કર રવિશકુમારે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપ સરકારની “ગોદ”માં છે, એવી મીડિયા સંસ્થાઓને સંદર્ભિત કરવા માટે કર્યો હતો. ખાસ કરીને આજતક, ઝી ન્યૂઝ અને રિપબ્લિક ટીવી જેવી કેટલીક ન્યુઝ ચેનલોના પત્રકારો વિરુદ્ધ ખેડૂતોનો રોષ પ્રબળ રહ્યો છે, જેને તેઓએ “ગોદી મીડિયા” તરીકે લેબલ આપ્યું છે. એક ખેડૂતે ધ વાયરને જણાવ્યું કે, “આ મીડિયા ચેનલોનો ઉદ્દેશ્ય અમારા આંદોલનને બદનામ કરવાનો અને અમને ખાલિસ્તાનના સમર્થકો તરીકે બતાવાનો છે.”
‘કેટલાક એન્કરને કારણે ક્રોધનો સામનો કરવો પડે છે’
શાકિર(નામ બદલ્યું છે) એક દાયકાથી મુખ્ય પ્રવાહની ટીવી ચેનલના પત્રકાર છે. તેઓ કહે છે કે મુખ્ય પ્રવાહની ચેનલો – મારી સહિત – સરકારના મુખપત્ર બની ગયા છે. પહેલાં પત્રકારત્વ તંત્ર વિરોધી રહેતું. પણ હવે નહીં.” તેમનું કહેવું છે કે, તેમની ચેનલ પર ચોક્કસ એન્કર દ્વારા વ્યક્ત કરવામાં આવેલા મંતવ્યો, રિપોર્ટિંગ કરતી વખતે તેમને મોટી મુશ્કેલી પહોંચાડે છે.
જ્યારે લોકો વાત કરવાનો ઇનકાર કરે છે
મીરા એક અન્ય રિપોર્ટર છે, જેણે કહ્યું કે, “લોકોએ તેની મુખ્ય પ્રવાહની હિન્દી ટીવી ન્યૂઝ ચેનલ પરના પ્રાઇમટાઇમ શો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જમીન પરથી રિપોર્ટ કરતી વખતે તેમના માટે ખેડૂતોનો વિશ્વાસ મેળવવો મુશ્કેલ બની ગયો છે. રાષ્ટ્રીય મીડિયાએ સામાન્ય લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે.” મીરા તેના ચેનલનો લોગો છૂપાવવા માટે, લેબલ વગરના માઇકનો ઉપયોગ કરી રહી છે.
કેમેરા, સૌથી મહત્ત્વપૂર્ણ
વિશાલ એક કેમેરાપર્સન છે, તે કહે છે કે, “જ્યારે અમારી ચેનલ માટે સામાન્ય લોકોમાં અવિશ્વાસ હોય, ત્યારે અમારૂં પ્રથમ કાર્ય એ છે કે અમારા ઉપકરણોને નુકસાનથી બચાવવા. કેમેરાપર્સન માટે, કેમેરા અને સમાચાર જે તે આવરી લે છે તેના કરતાં મહત્વનું કંઈ નથી. અમે ફક્ત કેમેરાપર્સન છીએ, અમને અમારી ચેનલ પર કહેવાતા દુષ્પ્રચાર વિશે જાણ પણ નથી હોતી, પણ વિરોધ સ્થળ પર અમે પણ ક્રોધનો સામનો કરીએ છીએ.”
– ઈસ્મત આરા (સૌ. : ધ વાયર.ઈન)