અમરેલી, તા. ૨૦
ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભ્રષ્ટાચાર ફાલ્યો છે. ભ્રષ્ટાચારી અધિકારીઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોય જેઓ બે લગામ ફુલીયા છે. અમુલના નામે ભારત દેશ સમગ્ર દુનિયામાં વખણાય છે. પરંતુ અમુલના નામે દુધની ભેળસેળ બાકી રહેતા ચીઝ કૌભાંડ ખેડૂતની મગફળીનું કૌભાંડ બાકી રહેતું હોય તો ખેત તલાવડીમાં ગાંધીનગરથી અધિકારીના ટેબલના ખાનામાંથી કરોડ રૂપિયા જેવી રકમ પકડાય આવેલ છે. આ સૂચવી રહ્યું છે કે સરકાર ભ્રષ્ટાચારીઓ સાથે સામેલ થઈ ચૂકી છે. તેમ જણાવી લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરે પ્રેસ નિવેદન કરી જણાવ્યું હતું કે ખેત તલાવડી કૌભાંડમાં જમીન વિકાસ નિગમે અમરેલી જિલ્લાને પણ બાકાત રાખેલ નથી તાજેતરની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં લાઠી વિભાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ છું પરંતુ જિલ્લાના પૂર્વ સાંસદ તરીકે તળાવ ઊંડા ઉતારવામાં, ખેત તલાવડીમાં, ખેડૂતોને પોતાના ખેતર ધોવાણના ચુકાવણામાં અમરેલી જમીન વિકાસ નિગમે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની તપાસ કરેલ છે. જે અંત્યત દુઃખદ બાબત છે. જિલ્લાના ધારાસભ્ય તરીકે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને છેલ્લા પાંચ વર્ષમાં જમીન વિકાસ નિગમ, જિલ્લા જળ સિંચાઈ વિભાગ, જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તક જે કોઈ તળાવ થયા હોઈ તેમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તો અનેક અધિકારી તથા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીની જવાબદારી સામે આવે એમ છે તેમ લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરે જણાવ્યું હતું.