અમરેલી, તા.૧૩
જે ખેડૂતભાઈઓએ મગફળીના ટેકાના ભાવે માર્કટયાર્ડની અંદર જે તે સેવા સહકારી મંડળીઓમાં મગફળી આપેલ હોય અને ઘણા લાંબા સમયથી મગફળીનું માર્કટયાર્ડ અંદરની જે તે સેવા સહકારી મંડળી તરફથી ચૂકવણું થયેલ ન હોય તેવા ખેડૂત ભાઈઓને જે તે સહકારી મંડળી તરફથી ખરીદી કરેલ તેની પહોંચ અથવા તેના આધાર પુરાવા પરેશભાઈ ધાનાણી વિરોધ પક્ષના નેતાની કાર્યાલય રજુ કરવા. ખેડૂતોને આગામી દિવસોમાં રકમ ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે.
પરેશભાઈ ધાનાણીનું કાર્યાલય, લાઠી રોડ, કોલેજ સર્કલ, સંસ્કાર ભવન, અમરેલી. ફોન. ૦ર૭૯ર રર૬૬૭૭ મો. ૯૪૦૯૪પ૭૦૦૦.