(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૯
ગુજરાત પાસના કન્વીનર હાર્દિક પટેલ શુક્રવારના રોજ સુરત આવ્યા હતા અને ગુજરાત સરકાર વિરૂદ્ધ પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી. આજે સવારે પાસના કન્વીનર હાર્દિક સુરત ખાતે આવી ઉપસ્થિત રહેલા પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાય વખતથી પીવાના પાણીની તંગી ખૂબ વર્તાય છે. જે સરકારની બિનઆવડતને આભારી છે. ગુજરાતમાં જુદા-જુદા જિલ્લાઓ અને તાલુકાઓમાં પીવાના પાણીની અછત ઊભી થઈ છે. ગુજરાતમાં ઉનાળુ પાક ખેડૂતોએ નહીં લેવાની સરકાર દ્વારા જે અપીલ કરવામાં આવી તે સંદર્ભે હાર્દિક પોતાની તિખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સરકારનું આ નિવેદન અત્યંત શરમજનક છે. આ ઉપરાંત ખેડૂતોને ૨૪ કલાક વીજળી આપવાનો દાવો પણ તદ્દન ખોટો પડ્યો છે. મારી બહેન મોનિકાના લગ્ન ભવ્ય રીતે કરવામાં આવ્યા હતા તો મારે પૂછવું છે કે, શું હું મારી બેનના લગ્ન ધામધૂમથી ન કરી શકાય ? આ અગાઉ મુકેશ પટેલે રૂા.૩૦ લાખ આપ્યાનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જો ખરેખર રૂા.૩૦ લાખ આપ્યા હોય તો તે કેસ કરી શકે છે.
ખેડૂતોને ર૪ કલાક વીજળી આપવાનો સરકારનો દાવો તદ્દન ખોટો : હાર્દિક

Recent Comments