માંગરોળ, તા.રર
તાજેતરમાં આદિવાસી બચાવ અભિયાન સમિતિની બેઠક મળી હતી. જેમાં થયેલ ચર્ચા બાદ સર્વાનુમતે નક્કી કરાયું કે માંગરોળ તાલુકાના ખેડૂતોને એમના ખેતી વિષયક વીજ જોડાણ ઉપર દશ કલાક વીજ પુરવઠો ન અપાય તો આગામી પહેલી ફેબ્રુઆરીના ગુરૂવારે માંગરોળ, મામલતદાર કચેરીની સામે ૧રથી ૧ વાગ્યા દરમ્યાન ધરણાંનો કાર્યક્રમ રાખી, ત્યારબાદ આ પ્રશ્ને તૈયાર કરાયેલું આવેદનપત્ર મામલતદારને આપવામાં આવશે. ત્યારપછી પણ આ પ્રશ્ન હલ ન થશે તો અન્ય કાર્યક્રમો આપવામાં આવશે. આ બેઠકમાં માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, સમિતિના કન્વીનર કિશન ચૌધરી, સહકન્વીનર મગનભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.