ભારત બંધના એલાન સંદર્ભે મુખ્યમંત્રી રૂપાણીના કોંગ્રેસ સામે આકરા પ્રહારો

ગુજરાતમાં ખેડૂતોનો બંધને કોઈ ટેકો નથી, કોંગ્રેસ ખેડૂતોને ભડકાવે છે : રૂપાણી

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૭
આવતીકાલે ભારત બંધના અપાયેલ એલાન સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ખેડૂતો કોંગ્રેસ સાથે નથી, કાલે ગુજરાત બંધ થશે નહીં. કોંગ્રેસ દર વખતે પોતાના રંગ અને વલણ બદલતી રહે છે. ગુજરાતમાં ખેડૂતોનો બંધને કોઈ ટેકો કે સમર્થન નથી. ત્યારે રાજ્યમાં બળજબરી કે ધાકધમકીથી બંધ કરાવનારા તત્ત્વો સામે કડકાઈથી કામ લેવાશે તેવી ચીમકી પણ મુખ્યમંત્રીએ ઉચ્ચારી છે. મુખ્યમંત્રી રૂપાણીએ આવતીકાલે આપવામાં આવેલા ભારત બંધના એલાનને કોંગ્રેસ અને રાજકીય પક્ષો દ્વારા ખેડૂતોના નામે પોતાના રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષો મોદી સરકાર વિરૂદ્ધ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા આ આંદોલનમાં ખેડૂતોના નામે કૂદી પડી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ દર વખતે પોતાના વલણ અને રંગ બદલતી રહે છે જે કોંગ્રેસે ર૦૧૯માં પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહેલું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો છઁસ્ઝ્ર એકટ નાબૂદ કરશે. અને તમામ બંધનો હટાવી લેશે. આજે જ્યારે મોદી સરકારે ખેડૂતોના હિતમાં આ પગલું લીધું ત્યારે એ જ કોંગ્રેસ ખેડૂતોના નામે મોદી સરકાર વિરૂદ્ધ આંદોલન કરવા નીકળી પડી છે, એ જ બતાવે છે કે તેમના હૈયે ખેડૂતોનું હિત નહિ પોતાનો રાજકીય એજન્ડા જ રહેલો છે. તેમણે જણાવ્યું કે, જ્યારે ખેડૂત નેતાઓએ પણ સ્પષ્ટતા કરી છે કે અમારા આંદોલનમાં કોઇ રાજકીય પાર્ટીને જોડીશું નહિ, ત્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષો સામે ચાલીને આ બંધના સમર્થનમાં વણ નોતર્યા કૂદી પડયા છે. ખેડૂતોના નામે મગરના આંસુ સારનારા કોંગ્રેસીઓ અને વિપક્ષોને જવાબ આપતાં કહ્યું કે, કોંગ્રેસનું તો અસ્તિત્વ જ ખતમ થઇ ગયું છે. લોકસભા-વિધાનસભા ચૂનાવથી માંડીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ નામશેષ થઇ ગઇ છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસ અને વિપક્ષોના દાંત દેખાવડવાના અને ચાવવાના જુદા જુદા છે તેવા બેવડા વલણની આલોચના કરતાં સ્પષ્ટપણે કહ્યું કે મનમોહનસિંહજીની સરકારમાં સામેલ દ્ગઝ્રઁ સહિતના બધા પક્ષો છઁસ્ઝ્ર એકટ હટાવવાનું સમર્થન કરતા હતા ને હવે મોદી સરકારનો વિરોધ કરવાનું રાજકીય તરકટ કિસાનોના નામે ચલાવે છે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં આ ખેડૂત આંદોલનને કોઇ ખેડૂતોનો ટેકો મળ્યો નથી તેમ સ્પષ્ટ જણાવતાં ઉમેર્યું કે, ગુજરાતમાં આવતીકાલે આંદોલન કે બંધના નામે બળજબરીથી બંધ કરાવનારા અને કાયદો વ્યવસ્થાની સ્થિતી ડહોળવા માંગતા તત્વો સામે કડક પગલાંથી કામ લેવાશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં બંધને સફળતા મળશે નહિ અને જે છઁસ્ઝ્ર પોલીસ બંદોબસ્તની માંગ કરશે તેને પૂરતો બંદોબસ્ત પણ સરકાર આપશે.