(એજન્સી) તા.૧૧
કેન્દ્ર સરકારની ગોળ ગોળ ફેરવવાની પ્રવૃત્તિથી કંટાળીને સિંધુ બોર્ડર પરના ખેડૂતોના નેતાઓએ ૯ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ જિયો સિમકાડ્‌ર્સ જેવા તમામ અંબાણી અને અદાણીના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની ઘોષણા કરી હતી. ખેડૂત નેતા દર્શન પાલે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું, “અદાણી અને અંબાણીના તમામ જિઓ ઉત્પાદનો અને મોલ્સનો બહિષ્કાર કરવામાં આવશે. અમે બધા જિઓ સિમકાર્ડોને બહુ જલ્દી પોર્ટ કરવાની અપીલ જારી કરીશું,’’
સરકાર દ્વારા જાહેર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓની નિંદા કરવા શ્રેણીબદ્ધ વિરોધ પ્રદર્શનના ભાગ રૂપે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.
રિલાયન્સ જિયો માર્કેટ શેર પ્રમાણે સૌથી મોટું મોબાઈલ ટેલિકોમ ઓપરેટર છે. એકંદરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જિયો પ્લેટફોર્મ્સમાં ૩૨.૯૭ ટકા ઇક્વિટી હિસ્સો વેચીને એપ્રિલથી ૧૫૨૦૫૬ કરોડ રૂપિયા ઊભા કર્યા છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં, જિઓએ હોમ બ્રોડબેન્ડ, ટેલિવિઝન અને ટેલિફોન સેવાઓ પ્રદાન કરીને, હોમ સર્વિસ માટે ફાઇબર કનેક્શન શરૂ કર્યું છે. આમ, રિલાયન્સના તમામ ઉત્પાદનોનો બહિષ્કાર કરવાથી ભારતમાં ટેલિકોમ ક્ષેત્ર પર નોંધપાત્ર અસર પડશે. ખેડૂતો અને ખેડૂતોના સમર્થકોએ ખેડૂતોના નેતાઓના આહ્‌વાનના જવાબમાં એક દિવસનો પણ વ્યય કર્યો નથી. વધુમાં, આ નિર્ણય ખેડૂતોના નેટવર્ક સિસ્ટમ પર પણ વિપરીત અસર કરશે કારણ કે જિયો ડિસેમ્બર ૨૦૧૯માં ભારતનો સૌથી મોટો મોબાઇલ નેટવર્ક ઓપરેટર બન્યો હતો અને ૪૦.૫૬ કરોડથી વધુ ગ્રાહકો ધરાવતો વિશ્વના ત્રીજા નંબરનો મોબાઈલ નેટવર્ક ઓપરેટર બન્યો છે. તેની શરૂઆતથી જ જિઓએ મોબાઇલ ડેટાની સરેરાશ માસિક કિંમતને જીબી દીઠ રૂા.૩ સુધી નીચે લાવી દીધી. આ વિશ્વની સૌથી સસ્તી ઇન્ટરનેટ સેવા બની ગઈ. આગામી ૧૨ ડિસેમ્બરે ખેડૂતોના દેશવ્યાપી વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લેતા, વિરોધીઓને નવું નેટવર્ક શોધવા માટે ઘણો ઓછો સમય મળશે.