(એજન્સી) તા. ૨૮
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સતત ગુરૂવારે કેન્દ્ર સરકારને કૃષિ કાયદાઓ મામલે આડેહાથ લેવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે કહ્યું કે મોટાભાગના ખેડૂતો હજુય ત્રણેય કૃષિ બિલની વિગતોથી વાકેફ નથી. જો તેઓ પણ આ કૃષિ કાયદાઓની જોગવાઈઓથી વાકેફ થઇ જશે તો આખો દેશ ભડકે બળશે.
પ્રજાસત્તાક દિવસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં ફાટી નિકળેલી હિંસાને લઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટો નિવેદન આપ્યું છે. કેરળના વાયનાડમાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોટા ભાગના ખેડૂતો બિલમાં આપેલી ડિટેલને નથી સમજી શકતા, જો તેઓ સમજી જશે તો આખા દેશમાં આંદોલન શરૂ થઇ જશે. રાહુલે જણાવ્યું કે આજે તમે લોકો દેશની સ્થિતિ અંગે જાણો છો, દરેક માટે એ સ્પષ્ટ થઇ ગયુ છે કે શું ચાલી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ૨-૩ મોટા બિઝનેસમેનના હિતમાં ભારત ચલાવવામાં આવી રહ્યું છે. આજે દરેક ઉદ્યોક પર ૩-૪ લોકોનો એકાધિકાર છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણી થવાની છે, આ ચૂંટણી વિચારધારાની છે. આ યૂડીએફ, એલડીએફ અને આરએસએસની વિચારધારાની ચૂંટણી છે.
રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાનો મુદ્દો આગળ કરી મોદી સરકાર પર કટાક્ષ કર્યો. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી જણાવ્યું કે વિશ્વની સૌથી ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થાને કેવી રીતે બરબાદ કરી શકાય છે, તે કોઈ મોદી સરકાર પાસેથી શીખે. કોરોનાકાળમાં ભારતની અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો નોંધાયો છે. ગાંધીએ લખ્યું કે વિશ્વની સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાને કેવી રીતે ખરાબ કરવામાં આવે છે, કોઈ મોદી સરકાર પાસેથી શીખે.
અગાઉ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે કૃષિ કાયદાને પરત ખેંચવામાં આવે. બુધવારે રાહુલ ગાંધીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું એક ક્વોટ ટ્‌વટી કર્યું અને ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી. રાહુલ ગાંધીએ લખ્યું કે વિનમ્ર રીતે તમે વિશ્વને હલાવી શકો છે- મહાત્મા ગાંધીપ ઉલ્લેખનીય છે કે દિલ્હી સરહદ પર કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાને પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે અને એમએસપી પર કાયદા બનાવવાની માંગ કરી રહ્યા છે. આ આંદોલનને કોંગ્રેસ સહિતના અનેક વિપક્ષી દળોએ સમર્થન આપ્યું છે અને કૃષિ કાયદાને પરત લેવાની સરકારને અપીલ કરી રહ્યા છે. આ સંબંધમાં ખેડૂતો અને સરકાર વચ્ચે અનેક તબક્કાની વાતચીત થઇ છે, પરંતુ અત્યાર સુધી કોઇ સમાધાન આવ્યું નથી. ખેડૂતો પોતાની માંગ પર અડિગ છે, જ્યારે સરકાર કાયદો પરત ખેંચવાના મૂંડમાં નથી દેખાઇ રહી. જેથી લાગી રહ્યું છે કે આ આંદોલન વધુ લાંબુ ચાલી શકે છે. ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. તેમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા હિંસા ફેલાવવામાં આવી હતી, અને જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતુ. જે પછી બે સંગઠનોએ આ આંદોલનથી પોતાને અલગ કરી લીધું છે. જોકે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કાલે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી સરકાર ત્રણ નવા કાયદાને પરત નહીં લે, ત્યાં આંદોલન ચાલુ રહેશે.