ચંડીગઢ,તા.૧૧
ગયા વર્ષે ૨૦૧૯ના ઑક્ટોબર મહિનામાં હરિયાણાના રાજકીય વાતાવરણમાં ગરમાવો હતો. તેનું એકમાત્ર કારણ વિધાનસભા ચૂંટણી બાદ એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. એવામાં કિંગમેકર બનીને ઉભરેલ જનનાયક જનતા પાર્ટી એ ભાજપને સમર્થન આપીને રાજ્યમાં મનોહરલાલ ખટ્ટરને ફરીથી ખુરશી પર બેસાડી દીધા. હવે એક વર્ષથી વધુ સમય પસાર થયા બાદ ફરીથી રાજકારણમાં નાટકીય વળાંક આવતો દેખાઇ રહ્યો છે. કિસાન આંદોલનને લઇ હરિયાણામાં રાજકીય ઉલટફેરની સ્થિતિ બનતી દેખાઇ રહી છે. ભાજપના સહયોગી દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીમાં પણ કૃષિ કાયદાને લઇ હરિયાણામાં સરકારથી અલગ થવાની માંગણી તેજ થવા લાગી છે. મીડિયા રિપોર્ટસના મતે ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ તાજેતરમાં જ આ મુદ્દા પર ધારાસભ્યોની સાથે બેઠક કરી. દુષ્યંત ચૌટાલાએ સરકારમાંથી રાજીનામું આપવાની વાત પણ કરી. દુષ્યંત ચૌટાલા પર દબાણ વધી રહ્યું છે. બેઠકમાં પાર્ટીના ધારાસભ્યોને ખેડૂત આંદોલનની તેમના ક્ષેત્રમાં અસર, રાજ્યોના લોકોનું વલણ વગેરે અંગે ફીડબેક લીધા. ખાસ વાત એ છે કે દુષ્યંતની પાર્ટીની પાસે માત્ર ૧૦ ધારાસભ્ય જ છે. પરંતુ છતાંય હરિયાણાની સત્તાને બનાવા-બગાડવાની સ્થિતિમાં છે.
Recent Comments