(એજન્સી) તા.૧ર
કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હી કૂચ કરીને પહોંચેલા, ધરણા પર બેસેલા ખેડૂતો દ્વારા કરાયેલા આંદોલનને બે અઠવાડિયા જેટલો સમય વીતિ ગયો છે. આ ખેડૂત આંદોલનમાં પંજાબ અને હરિયાણા સહિત ઉ.પ્ર. ઉત્તરાખંડ અને રાજસ્થાનના ડઝનો ખેડૂતો દિલ્હી સરહદ પર પહોંચી રહ્યા છે. આંદોલનની સાથે ઠંડી પણ ઝડપથી વધી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વધી રહેલા શિયાળાના કારણે ધરણા પર બેસેલા ખેડૂતોનું સ્વાસ્થ્ય નબળુ થઈ રહ્યું છે. ટીકરી અને સિંધુ સરહદ પર ધરણા કરી રહેલા ખેડૂતો તાવ, શરદી, લો-હાઈ બ્લડપ્રેશરની સાથે ઋતુ સંબંધિત રોગોના ભોગ બની રહ્યા છે. બીમાર ખેડૂતોની કાળજી લેવા તેમના પરિવાર સભ્યો પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. અત્યાર સુધી આંદોલનમાં ભાગ લેનાર સાત ખેડૂતોના મોત નીપજયા છે. શરદી અને બીજા રોગો સામે રક્ષણ માટે ઉકાળો ખુબ જ અસર કારક છે. ખેડૂતોના પરિવારજનો ઘરેથી કાઢો બનાવવા માટે આદુ, હળદળ, મધ અને બીજી આવશ્યક સામગ્રીઓ લઈને ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. પરિજનો બીમાર ખેડૂતો સાથે અન્ય ખેડૂતોને પણ કાઢો બનાવીને પીવડાવી રહ્યા છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર આંદોલનની ઉતાવળમાં ખેડૂતો ગરમ કપડા તથા અન્ય આવશ્યક સામાન સામગ્રી સાથે લઈ ગયા ન હતા. જેથી તેમને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ધરણા પર બેસેલા તમામ ખેડૂતોની ફકત એક જ માંગ છે કે કેન્દ્ર સરકાર કૃષિ કાયદાઓને રદ કરે ખેડૂતો પણ પોતાની માગણીને લઈને સતત ધરણા પર મક્કમ છે.