(એજન્સી) ચેન્નાઈ, તા.૯
તામિલનાડુના થૂથુકુડી જિલ્લામાં દક્ષિણી રાજ્યમાં આવેલ મંદિરમાં ખેડૂત સંગઠનના પ્રમુખે ફુવડ શબ્દ ઉચ્ચારતા ભાજપના મહિલા કાર્યકરે તમાચો ઝીંકી દીધો હતો. શુક્રવારના રોજ ઓનલાઈન વીડિયોમાં આ ઘટના જોવા મળી હતી. આ વીડિયોમાં દેસિયા થેનિધ્યા નાથિગલ ઈનાઈપ્પુ વિવાસયિગલ સંગમના પ્રમુખ અય્યાકન્નૂ તિરૂચેન્દુર મંદિરમાં ભક્તોને પત્રિકા વહેચતા નજરે પડે છે. અય્યાકન્નૂ ખેડૂતોની સમસ્યાઓ અંગે જાગૃતતા ફેલાવવા માટે ૧૦૦ દિવસીય ઝુંબેશના ભાગરૂપ આ પત્રિકાઓ વહેંચી રહ્યા હતા. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના મહિલા વિંગના જિલ્લા સેક્રેટરી નીલૈયામ્મલ આવી પહોંચ્યા હતા. તેમણે ભક્તો પાસેથી પત્રિકાઓ ઝૂંટવી લીધી અને ખેડૂત સંગઠનના પ્રમુખ અય્યાકન્નૂને દગાબાજ કહ્યો હતો વીડિયોમાં બીજેપી મહિલા કાર્યકર એમ કહેતા નજરે પડ્યા કે આ પેમ્ફલેટ લેશો નહીં, અય્યાકન્નૂ દગાખોર છે. જિલ્લા અધ્યક્ષ અય્યાકન્નૂ એમ પણ કહેતા જોવા મળ્યા કે આ પત્રિકાઓ મંદિરમાં વહેંચશો નહીં. કેન્દ્ર સરકારની કથિત ખેડૂત વિરોધી નીતિ મુદ્દે તિરૂચેન્દુરના સુબ્રમણ્યમ સ્વામી મંદિરની બહાર પત્રિકાઓ વહેંચાતા ભાજપના મહિલા પાંખ જિલ્લા અધ્યક્ષ નીલૈયામ્મલ અને તામિલનાડુ ખેડૂત સંગઠનના નેતા પી.અય્યાકુન્નૂ વચ્ચે દલીલ અને ઝપાઝપી થઈ હતી. જેમાં ખેડૂત નેતાએ ભાજપ જિલ્લા અધ્યક્ષને ફુવડ કહેતા તેમણે અય્યાકન્નૂને લાફો ઝીંકી દીધો હતો.