અમદાવાદ,તા.૯
નરોડાના એક ખેડૂત પરીવારે પોતાના બે પ્લોટ ત્રણ અલગ અલગ વ્યક્તિઓને વેચીને રૂપિયા પડાવ્યાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદીને વર્ષ ર૦૧રમાં જમીન વેચી તે પહેલાં ર૦૧૦માં અન્ય એક વ્યક્તિને બાનાખત કરી આપ્યુ હતુ. ફરીયાદી પાસેથી પણ રૂા.૩પ લાખ લઈ બાનાખત કરાવ્યુ છે. નિકોલ પુજન બંગ્લોઝમાં રહેતા અને કન્સ્ટ્રકશનનો ધંધો કરતા રાજુભાઈ પટેલે ફરિયાદ કરી છે કે ગજીબેન જીવાજી ઠાકોર, દિનેશભાઈ જીવાજી ઠાકોર અને કોકિલાબેન જીવાજી ઠાકોર (તમામ રહે.હંસપુરા ગામ, નરોડા) પાસેથી વર્ષ ર૦૧રમાં બે અલગ અલગ સર્વે ંનબરવાળી જમીન, રૂા.૩પ લાખમાં લીધી હતી. જે પેટે ખેડૂતોએ બાનાખત કરી આપી એક સર્વે નંબરવાળી જમીનનો કબજો આપ્યો હતો. હજુ સુધી દસ્તાવેજ કરી આપ્યો નહોતો. દરમ્યાન એપ્રિલ ર૦૧૮માં બે પૈકી એક સર્વે નંબરની જગ્યા ખેડૂતોએ બે કરોડમાં વેચવાનો સોદો નક્કી કરી એડવાન્સ નવ લાખ રૂપિયા પણ લીધા હતા. જે અંગ રજીસ્ટરમાં એન્ટ્રી પણ કરી હતી. આ ઘટના સામે આવી ત્યારે તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે ચારેય ખેડૂતોએ વર્ષ ર૦૧૦માં પણ અન્ય એક વ્યક્તિને જમીનનો બાનાખત કરી આપી રૂપિયા પડાવ્યા હતા. નરોડા પોલીસે ચારય ખેડૂત વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.