આમોદ,તા.ર૧
ખેડૂત બચાવો, દેશ બચાવોના નારા સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઈખર જિલ્લા પંચાયત સીટ માટે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકાના પ્રભારી નારણભાઈ ઓડે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ સરકાર અંબાણી અને અદાણીની છે. કોંગ્રેસ પક્ષ માત્ર ખેડૂતો અને ગરીબો માટે છે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. જીવ ગુમાવી રહ્યા હોય તેમ લોક સરકાર પ્રમુખ જકવાન જાલે સરકારની તાનાશાહી વિશે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય આગેવાન દલપત વસાવાએ ખેડૂત બચાવો દેશ બચાવોના નારા સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે બેરોજગારી, ગરીબી, ખેડૂતોના પ્રશ્નો માટે તાનાશાહ સરકારને હટાવી કોંગ્રેસ પાર્ટીના ઉભા કરેલ ઉમેદવારને મત આપી ફરી કોંગ્રેસની સરકાર બનશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે ખેડૂતો આંદોલન પર છે તેમને કોંગ્રેસ પાર્ટીનો સંપૂર્ણ ટેકો છે. સરકારે ખેડૂતો માટે જે કાયદા પાસ કર્યા છે તેની માહિતી આપી હતી. આ સંવાદ કાર્યક્રમમાં જીપીસીસીના કારોબારી સભ્ય અને દેડિયાપાડાના પ્રભારી તાલુકા પ્રમુખ ઉસ્માનભાઈ મીડી, કોંગ્રેસ અગ્રણી મહેબુબ કાકુજી, તાલુકા પંચાયતના પ્રભારી નારણભાઈ ઓડ, તાલુકા ઉપપ્રમુખ ઈકબાલ એસ.ટી.ડી., ભરતભાઈ તેમજ લોકસરકાર પ્રમુખ જકવાન જાલ હાજર રહ્યા હતા.