ડીસા, તા.૩૦
દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામે અચાનક બપોરના સુમારે એક મહિલા ખેતરમાં ચાર લેવા જતી હતી. ત્યારે અચાનક દીપડાએ તેણી પર હુમલો કરી ઘાયલ કરતા ભણસાલી હોસ્પિટલ ડીસા ખાતે સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યારે ઘટનાની જાણ કરતા તાલુકા પોલીસ તથા વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી દીપડાને પકડવાની કાર્યવાહી આરંભી હતી.
મળતી માહિતી મુજબ મોટી ભાખર ગામે રહેતા અસ્મિતા બેન મુકેશજી ઠાકોર ખેતરમાં બપોરના સુમારે ચાર લેવા જઈ રહ્યા હતા. ત્યારે વાડમાં સંતાયેલ અચાનક દીપડાએ મહિલાને પર હુમલો કરતા મહિલાના શરીર પર ઇજાઓ કરતા તાત્કાલીક ડીસાની ભણસાલી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યારે શાંતીજી ઠાકોજ્‌ને ઘયલ કરતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે ગ્રામજનોએ તાલુકા પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ પાંજરા સાથે ઘટનાસ્થળેે પહોંચી ચાર કલાક થવા છતાં હજુ દીપડો હાથમાં ન આવતા લોકોના જીવ તળાવે ચોંટી ગયા હતા.