ગોધરા, તા.૧૪
શહેરા તાલુકાના ૧૬૦ ખેડૂતોના ખેતરમાં ખેત તલાવડી નહીં બનાવી નાણાં ચાઉં કરી જનાર જમીન વિકાસ નિગમ લિ.ગોધરાના મદદનીશ નિયામક તેમજ અન્ય પાંચ સામે શહેરા પાોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરા તાલુકામાં અલગ અલગ ગામના કુલ-૧૬૦ ખેડૂતોના ખેતરમાં પાણી સંગ્રહ અને જમીન સુધારણા હેતુસર ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ. દ્વારા ખેડૂતોને ખેત તલાવડીના કામના ૯૦ ટકા રકમ સહાય પેટે આપવામાં આવે છે. જે અન્વયે વર્ષ ર૦૧૬-૧૭ના શહેરા તાલુકાના ખેડૂતોના ખેતરમાં ખેત તલાવડી બનાવવા માટે ખેડૂતો પાસેથી જરૂરી દસ્તાવેજ જેવા કે ચૂંંટણી કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ખેડૂત નોંધણી પત્રક તેમજ બેંક એકાઉન્ટ ખાતાની પાસબૂકની ઝેરોક્ષ નકલ લઈ જઈ જમીન સંરક્ષણ ઓફિસના કર્મચારીઓ તથા મળતિયાઓએ ખેડૂતોના નામે ખેડૂત આઈ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ કરી ખેડૂતોની ખોટી સહીઓ કરી, ખેડૂતોની આ તલાવડી બનાવવાનું કામ અન્ય એજન્સીને આપેલ છે. તેવા દસ્તાવેજો તૈયાર કરી, એજન્સીઓના નામે બેંકમાં નાણાં જમા કરાવી, સરકારી નાણાંની ઉચાપત કરી ખેડૂતોના ખેતરમાં ખેત તલાવડી નહીં બનાવી કુલ ૧૬૦ ખેડૂતોના આશરે નાણાં રૂા.૯૯,૪૯,૦૬૨ની રકમ ચાઉં કરી ગયેલ હોઈ, જાગૃત ખેડૂત મનસુખભાઈ સરદારભાઈ બારીઆ રહે.ખટકપુર તા.શહેરાએ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ.ના મદદનીશ નિયામક કુશ્વાહ તથા સર્વેયર જે.કે. વણકર તથા નાણાં મેળવનાર એજન્સીના સંચાલક પટેલિયા હાથીભાઈ ભુરાભાઈ, જયરૂપરામ ચૌધરી, નવલસિંહ રતનાભાઈ પટેલિયા, પર્વતભાઈ દલાભાઈ ખાંટનાઓ વિરૂદ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાંં ફરિયાદ આપતા શહેરા પોલીસે ગુનો રજિસ્ટર કરી તપાસ ચાલુ કરેલ છે.
ખેત તલાવડી નહીં બનાવી ૯૯ લાખથી વધુની રકમ ચાઉં કરવા અંગે પોલીસમાં ફરિયાદ

Recent Comments