પાલનપુર, તા.ર૬
ખૈર-એ-ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ પાલનપુરના ઉપક્રમે સોસાયટી ફોર બ્રાઈટ ફ્યુચર દ્વારા ગરીબો માટે બ્લેન્કેટ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો કાર્યક્રમમાં ઈસ્લામી રિલીફ કમિટી ન્યુ દિલ્હીના સેક્રેટરી વ્હોરા ઉમર તથા શાહિન ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશનના ડાયરેક્ટર જ. પ્રોફેસર બિલાલ વ્હોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સૈયદ સમીઉલ્લાહએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટના સેક્રેટરી જ.સાજીદભાઈ બાલીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ઈસ્માઈલભાઈ પઠાણ, શેખ ફિરોજ, અહમદભાઈ સૈયદ, સરફરાઝ સિંધી ઉપસ્થિત રહ્યા હતા.